અમરેલી,તા.૨૯
અમરેલી ખાતે અમરડેરીના શરદોત્સવમાં મિલ્ક ડે પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં રોપેક્ષ સેવા શરૂ થયા બાદ હવે અમરેલીથી રો રો ફેરી શરૂ થવાની જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હતી. અમરેલીમાં અમર ડેરી ખાતે યોજાયેલા મિલ્ક ડે નિમિત્તે તેઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખે રો રો ફેરી પર પોતાનું નિવેદન આપતા કહ્યું કે, જાફરાબાદથી સુરત અને મુંબઈ માટે રો રો ફેરી સેવા શરૂ કરાશે. મોટાભાગના પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જેથી હવે અમરેલીને પણ દરિયાઈ મુસાફરીનો લાભ મળશે.
સરદાર પટેલના સ્ટેચ્યૂ બન્યા બાદ અનેક રાજકીય વિવાદો ઉભા થયા છે. ત્યારે રાજ્યમાં પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. અમરેલીમાં અમરડેરીના શરદોત્સવમાં મિલ્ક ડે પ્રસંગે હાજર રહેલા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના સ્ટેચ્યૂ મામલે આપેલા નિવેદન પર સંઘાણીએ કહ્યું કે, સરદાર પટેલને પીએમ બનવા માટે ૧૫માંથી ૧૩ મત મળ્યા હતા. છતા તેઓને પીએમ ન બનાવાયા. કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની માગ પણ દિલીપ સંઘાણીએ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



