મુંબઈ,તા.૩૦
પ્લેબેક સિંગર શાન પર આસામના ગુવાહાટીમા એક લાઈવ કોન્સર્ટ દરમિયાન લોકોએ હુમલો કર્યો હતો. અહીં આવેલા કેટલાક શ્રોતાઓ એટલા માટે ગુસ્સે થયા હતા, કારણ કે સિંગરે બંગાળી ગીત ગાયુ હતુ. આથી, ગુસ્સે ભરાયેલા લોકોએ શાન પર પથ્થર અને કાગળના ગોળા ફેંકિયા હતા. સદનસીબે આ ઘટનામા સ્ટેજ પર હાજર લોકોમાંથી કોઈને પણ ઈજા પહોંચી ન હતી.
મળતી માહિતી અનુસાર, સરુસજાઈ સ્ટેડિયમમા લાઈવ કોન્સર્ટની શરૂઆતમા પોતાના ફેમસ હિન્દી ગીતો બાદ જ્યારે સિંગ શાને બંગાળી ગીત ગાવાની શરૂઆત કરી, ત્યારે ત્યાં હાજર કેટલાક શ્રોતાઓએ બૂમા પાડવાની શૂઆત કરી દીધી, જેથી સિંગર ગીત બદલી દે. પરંતુ જ્યારે શાને એ જ ગીત ગાવાનુ ચાલુ રાખ્યુ તો લોકો ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ બંગાળ નથી આસામ છે. અહીં બંગાળી ગીત નહીં ચાલશે. ફેસબુક પર પણ સિંગર શાનના આ કાર્યક્રમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમા એક યુવક લાત મારીને ખુરશી તોડતો દેખાઈ રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હંગામા બાદ સિંગર પોતાનો સ્ટેજ શો અધવચ્ચેથી છોડીને ચાલ્યો ગયો હતો. આથી, કાર્યક્રમના આયોજકોએ શાન પાસે આ મામલે માફી માંગી છે. તો બીજી તરફ શાને બધાને વાતનું વતેસર ન બનાવવાની અપીલ કરી છે. શાને પોતાના ટિવટર પર લખ્યુ છે કે, મારી આસામની યાત્રા ખૂબ જ સારી રહી. ત્યાં સૌથી આકર્ષક જગ્યાઓ જાઈ, નવા મિત્રો બનાવ્યા, દરેક કોન્સર્ટમા લોકોનો ભારે ઉત્સાહ જાવા મળ્યો. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી આ સુંદરતમ રાજ્યને કલંકિત કરવું યોગ્ય નથી. જે કંઈપણ થયુ તે જે-તે સમયની ગર્માગર્મીમા થયું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



