એનઆરસી પર ઉગ્ર ચર્ચા, સાંસદની બહાર ભાજપ-ક્રોગ્રેસ નેતા બાખડી પડ્યા

0
11

ન્યુ દિલ્હી,તા.૩૧
અસમમાં સોમવારના રોજ રજૂ કરાયેલા દ્ગઇઝ્ર પર જબરદસ્ત રાજકીય ઘમાસણ મચ્યું છે. સંસદની અંદર તો વિપક્ષી દળ અને સત્તારૂઢ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી જ રહ્યા છે પરંતુ હવે આ મામલો સંસદની બહાર સુધી પહોંચી ગયો છે. જા કે મંગળવારના રોજ સંસદ પરિસરમાં રસપ્રદ દ્રશ્ય જાવા મળ્યું. ગૃહની અંદર એકબીજા પર પ્રહારો કરનાર વિપક્ષી અને સત્તારૂઢ દળના નેતા પરિસરમાં પણ પરસ્પર ઉગ્ર ચર્ચા કરતાં દેખાયા.
સંસદ પરિસરમાં કાંગ્રેસ સાંસદ પ્રદીપ ભટ્ટાચાર્ય અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઉગ્ર થયા. મીડિયાની સામે બંને નેતાઓની વચ્ચે ખૂબ ઉગ્ર ચર્ચાઓ થઇ. અશ્વિન ચૌબે એ કહ્યું કે ભારતમાં એ જ રહેશે જે ભારતીય બનીને રહેશે. બીજીબાજુ ભટ્ટાચાર્ય એ ભાજપ નેતાઓને અસમની માહિતી ના હોવાની વાત કહી.
ચૌબે એ કહ્યું કે જે બાંગ્લાદેશના છે તેમને દેશમાંથી કાઢી મૂકાશે. તેના પર કાંગ્રેસ સાંસદે કહ્યું કે તમે દેશને મિસલીડ કરી રહ્યાં છો. કાંગ્રેસના નેતાઓએ કહ્યું કે અસમ અંગે ભાજપ નેતાઓને માહિતી નથી. આ ફાલતુ વાત કરી રહ્યા છે. કોણ બાંગ્લાદેશથી આવ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY