ન્યુ દિલ્હી,તા.૩૧
અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (NCR)માં ૪૦ લાખ લોકોને સામેલ ન કરવાના મુદ્દા પર સંસદમાં મંગળવારના બીજા દિવસે પણ હોબાળો થયો. તૃણમૂલ કાંગ્રેસના નેતૃત્વમાં કાંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને વામ દળોએ પહેલાં સંસદ પરિસર અને પછી ગૃહમાં સરકાર પર પ્રહારો કર્યા. ncr ની વચ્ચે સંસદમાં રોહિંગ્યા શરણાર્થીઓનો મુદ્દો પણ ઉઠ્યો. વિપક્ષના વિરોધથી બેપરવાહ ગૃહમંત્રી રાજનાથ સિંહે ગૃહને કહ્યું કે ભારત સરકારની આ વિષય પર મ્યાનમાર સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે ફેબ્રુઆરી ૨૦૧૮માં રજૂ કરાયેલ એડવાઇઝરીનો ઉલ્લેખ કરી રાજ્ય સરકારો પાસેથી રોહિંગ્યાઓ પર નજર રાખવાની અપીલ કરી.
રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર રોહિંગ્યાઓના મુદ્દા પર એડવાઇઝરી રજૂ કરી ચૂકયા છે. વિપક્ષી પાર્ટીઓના સરકારના ભેદભાવના આરોપ પર રાજનાથ સિંહે કહ્યું કે રાજ્ય સરકારને આગ્રહ કર્યો છે કે તેઓ રાજ્યમાં રોહિંગ્યાઓની સંખ્યા વગેરે અંગે ગૃહમંત્રાલયને માહિતી આપે. તેના આધાર પર માહિતી વિદેશ મંત્રાલયને અપાશે અને વિદેશ મંત્રાલય મ્યાનમારની સાથે તેને ડિપોર્ટ કરવા પર વાતચીત કરશે.
રાજનાથ સિંહે કહ્યું કે રોહિંગ્યાઓની ઓળખ જરૂરી છે અને બાયોમેટ્રિક તપાસ દ્વારા રોહિંગ્યાઓની ઓળખ કરી શકાય છે. ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે રોહિંગ્યા ભારતની આંતરિક સુરક્ષા માટે પડકાર છે.
સંસદમાં રોહિંગ્યાઓના મુદ્દા પર આકરા પ્રશ્ન જવાબ પણ થયા. ટીએમસી સાંસદ સૌગત રાયે આરોપ મૂકયો કે સરકાર બાંગ્લાદેશમાં રહેતાં રોહિંગ્યાઓ માટે આૅપરેશન ઇંસાનિયત ચલાવી રહ્યા છે, ભારતમાં રહેનારાઓ માટે નહીં.
જમ્મુથી ભાજપના સાંસદ જુગલ કિશોર શર્માએ જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાઓને આતંકી ગતિવિધિઓમાં સામેલ થવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રોહિંગ્યાઓને રાજ્યમાંથી કયારે બહાર કઢાશે. સરકાર તેના પર જવાબ આપે. તેના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુ એ કહ્યું કે રાજ્ય સરકારની પાસે ડિટેંશન અને તેમને કેમ્પમાં રાખવાનો અધિકાર છે. રાજ્ય સરકારો તેની માહિતી કેન્દ્ર સરકારને આપે. કેન્દ્ર તેના પર આગળ એક્શન લેશે.
રિજિજુએ બીજા એક પ્રશ્નના જવાબમાં ક્હયું કે મોટી સંખ્યામાં રોહિંગ્યા જમ્મુ-કાશ્મીરમાં શરણાર્થી તરીકે રહે છે. દેશની આંતરિક સુરક્ષાને તેનાથી ખતરો છે અને સુરક્ષાથી સરકાર સમજૂતી કરી શકે નહીં. મ્યાનમાર સરકાર પાસેથી વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે તેમને પાછા મોકલાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






