દરેક મહિલા પાસે : માટે એક સ્ટોરી હશે જ : રેણુકા શહાણે

0
10

મુંબઈ,તા.૧૯
રાજશ્રીની હમ આપ કે હૈં કૌન જેવી સ્વચ્છ પારિવારિક ફિલ્મો કરનારી અભિનેત્રી રેણુકા શહાણેએ ભારપૂર્વક એવો દાવો કર્યો હતો કે લગભગ દરેક મહિલા પાસે મી ટુ આંદોલનને આપવા માટે એકાદી સ્ટોરી હશેજ.
‘એક એવી મહિલા બતાવો જેને પોતાની સાથે થયેલી કનડગત માટે કશું ન કહેવાનું હોય. લગભગ દરેક મહિલા પાસે એવી એકાદી સ્ટોરી હોવાની જેમાં એની સાથે ગેરવર્તન થયું હોય. મારી સાથે ગેરવર્તન કરનાર કોઇ પ્રસિદ્ધ વ્યકિત નહોતી. પરંતુ મારી સાથે જે બન્યું એને કારણે દુનિયાને જાવાની મારી દ્રષ્ટિ આખેઆખી બદલાઇ ગઇ. મને એકાદ એવી મહિલા બતાવો જેની પાસે મી ટુ આંદોલનમાં કંઇ કહેવા જેવું ન હોય’ એમ રેણુકાએ કહ્યું હતું.
એણે કહ્યું કે મેંં લગભગ જીવનભર મુંબઇની બેસ્ટની બસો અને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને કામ કર્યું છે. કીયાક ને કીયાક લોકો ગેરલાભ લેવાની લાલચ જતી કરી શકતા નથી એવો મારો પોતાનો જાત અનુભવ છે. બસમાં કે ટ્રેનમાં ધસારા દરમિયાન કેઇ વ્યકિત તમારી છાતી પર હાથ મૂકીને પસાર થઇ જવાની છે એ તમે જાણતા હો છો. આ અનુભવ દરેક મહિલાનો છે. તમે પરણેલા છો કો પ્રેગનન્ટ છો વગેરે બાબતોનો આવી વ્યકિત પર કોઇ પ્રભાવ પડતો નથી. એ તો પોતાની વિકૃતિ સંતોષીને આગળ વધે છે.
રેણુકા સતત સામાજિક મુદ્દાઓ પર બોલતી રહી છે. કદાચ એટલે જ તાજેતરમાં એને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિયેશન (સિન્ટા)ની કાર્યકારી સમિતિની સભ્ય બનાવવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY