ન્યુ દિલ્હી,તા.૩૧
આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો હોવા છતા ઘરેલૂ સ્તર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઇ જ રાહત નથી મળી. સતત બીજા દિવસે મંગળવારનાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે.
ઇન્ડિયન આૅયલ કોર્પોરેશન(IOCL)નાં જણાવ્યા પ્રમાણે મેટ્રો શહેરોમાં ઈંધણની કિંમતોમાં વધારો થયો છે. પેટ્રોલનાં ભાવ મેટ્રો શહેરોમાં ૬ પૈસા વધ્યા છે. તો ડીઝલની કિંમતોમાં ૭ પૈસાનો વધારો થયો છે. દિલ્લીમાં એક લીટર પેટ્રોલ માટે તમારે ૭૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડશે. કોલકાતામાં આની કિંમત ૭૯.૨૦ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. મુંબઇની વાત કરીએ તો અહી તમારે ૮૩.૭૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૯.૨૬ રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડશે.
ડીઝલની વાત કરીએ તો દિલ્લીમાં એક લીટર ડીઝલ માટે તમારે ૬૭.૮૨ રૂપિયા, કોલકાતામાં ૭૦.૫૮, મુંબઈમાં ૭૨ અને ચેન્નાઈમાં આ માટે તમારે ૭૧.૬૨ રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે પેટ્રોલની કિંમતોમાં ૯ પૈસાનો વધારો થયો હતો. તો ડીઝલની કિંમતોમાં ૧૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



