મુઝફ્ફરપુર, તા. ૨
બિહારના મુઝફ્ફરપુરમાં શેલ્ટર હોમની બાળકીઓ સાથે બળાત્કારની સનસનાટીપૂર્ણ ઘટનાના મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. બુધવારના દિવસે અહીંના એક શેલ્ટર હોમની તપાસમાં મોટા પ્રમાણમાં કોન્ડોમનો જથ્થો, ડ્રગ્સ અને શરાબની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ શેલ્ટર હોમ ગૃહથી ૧૧ મહિલાઓ લાપત્તા થવાના મામલામાં પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. મોટાપ્રમાણમાં વાંધાજનક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બિહાર પોલીસ હવે આ બાબતમાં માહિતી મેળવવાના પ્રયાસ કરી રહી છે કે, શેલ્ટર હોમના બાળકોની જેમ જ અહીંની મહિલાઓ સાથે પણ કોઇ દુષ્કર્મની પ્રક્રિયા થઇ છે કે, આ સમગ્ર મામલામાં ગૃહ માટે પૈસા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી આવે છે. આની નજર રાખવાની જવાબદારી રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ પાસે છે. આ પહેલા મુઝફ્ફરપુર પોલીસે સોમવારના દિવસે બ્રજેશ ઠાકુરના એનજીઓ સેવા સંકલ્પ અને વિકાસ સમિતિની સામે એફઆઈઆર દાખલ કરી હતી. બ્રજેશ ઠાકુર બાળકીઓની સાથે રેપના મામલામાં હાલમાં જેલમાં છે.
બીજી બાજુ મુઝફ્ફરપુર ટાઉનના ડીએસપી મુકુંદ રંજનનું કહેવું છે કે, મોટાપ્રમાણમાં કોન્ડોમનો જથ્થો અને દવાઓ શેલ્ટર હોમની છત ઉપર મળી આવ્યા બાદ આ મામલામં વધુ તપાસ ચાલી રહી છે. આ અભિયાન દરમિયાન કેટલાક રજિસ્ટ્રર જપ્ત કરવામાં આવ્યા છે. આ રજિસ્ટ્રરમાં બેંક ખાતા અને મહિલાઓના સંદર્ભમાં માહિતી આપવામાં આાવી છે. આ રજિસ્ટરમાં અન્ય સુચનાઓ પણ આપવામાં આવી છે. ૨૦મી માર્ચના દિવસે સામાજિક કલ્યાણ વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, શેલ્ટર હોમની ૧૧ મહિલાઓ કૌશલ્ય વિકાસની ટ્રેનિંગ લઇ રહી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






