સુરતમાં મંદિર ન તૂટે તે માટે સ્થાનિકો આખી રાત બેસી રહ્યા

0
47

સુરત,તા.૨
થોડા સમયથી રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે. વધારાના ગેરકાયદેસરના દબાણો હટાવવા માટે તંત્ર અચાનક હરકતમાં આવી ગયું છે. આ કામગીરી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કરવામાં આવી રહી છે. ત્યારે લોકોનો એક વર્ગ આ કાર્યની સરાહના કરી રહ્યું છે જ્યારે બીજા વર્ગ તેમની સામે રોષ વ્યક્ત કરી રહ્યો છે. સુરતમાં પણ એક મંદિર તોડવાની કામગીરીમાં રહીશો વિરોધ નોંધાવી રહ્યાં છે.
સુરતમાં માનસરોવર સોસાયટીમાં મંદિર તોડવાની કાર્યવાહી કરતાં પહેલા જ ત્યાંના રહીશો ભેગા થઇ ગયા હતાં. સોસાયટીના બિલ્ડર્સ અને રહીશો વચ્ચે હનુમાન મંદિરની જગ્યા માટે વિવાદ ચાલી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મામલતદારે આ મંદિર તોડવાનો હુકમ કર્યો હતો.
જેથી ગઇકાલે મનપાના કર્મચારી આ મંદિર તોડવા આવ્યાં ત્યારે સ્થાનિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો. આજે બીજા દિવસે પણ ત્યાંના રહેવાસીઓ ખડે પગે વિરોધ નોંધાવી રહ્યાં છે. જેના કારણે મામલો ન બીચકે તે માટે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો છે.
ગઇકાલે મોડી રાતે આ રહેવાસીઓ આખી રાત મંદિર પાસે જ બેસી રહ્યાં હતાં. જ્યાં પોલીસે આવીને સમજાવટ પણ કરી હતી. નોંધનીય છે કે મંદિરની જગ્યા માટે બિલ્ડરો અને રહેવાસીઓ વચ્ચે વિવાદ છે. જે અંગે પોલીસ પણ તેમને સમજાવી રહ્યાં હતાં. મંદિર સામે રાતે મહિલાઓએ ભજનની રમઝટ પણ બોલાવી હતી અને આ મંદિર ન તોડવા અપીલ કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY