જલગાંવ-સાંગલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

0
13

મુંબઈ,તા.૪
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વચ્ચે જલગાંવ અને સાંગલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે તેના સાથી પક્ષ શિવસેનાને જબરદસ્ત ફટકો માર્યો છે. ભાજપે જલગાંવ નગરપાલિકાની ૭પમાંથી પ૭ બેઠકો પર જીત હાંસલ કરી છે અને સાંગલી નગરપાલિકા ચૂંટણીમાં ૭૮માંથી ૪૧ બેઠક જીતીને વિજયપતાકા લહેરાવ્યા છે. કોંગ્રેસ અને એનસીપી સહિત વિરોધ પક્ષોને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે.
મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં શિવસેનાની સહયોગી પાર્ટી ભાજપે જલગાંવ નગર નિગમ (જેએમસી)માં ૭પમાંથી પ૭ બેઠક જીતી છે. શિવસેનાના નેતા સુરેશ જૈનની ખાનદેશ વિકાસ આઘારી (કેવીએ) માત્ર ૧૩ જ બેઠક જીતી શકી છે. કેવીએ છેલ્લા કેટલાય વર્ષો સુધી જેએમસીમાં શાસન કર્યું હતું. સ્થાનિક સંગઠન કેવીએ આ વખતે શિવસેનાના ચૂંટણી પ્રતિક પર ચૂંટણી લડી હતી અને જેએમસીમાં તેની ૩૬ બેઠક હતી.
ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)એ ત્રણ બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. એનસીપીને એક પણ બેઠક મળી નથી. જ્યારે અગાઉ નગર નિગમના તેના ૧૧ કોર્પોરેટર હતા.
કોંગ્રેસ જલગાંવમાં સતત બીજી વખત પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે. ભાજપે સાંગલી-મિરાજ-કુપવાડ નગરપાલિકામાં ૭૮માંથી ૪૧ બેઠક જીતીને વિજય હાંસલ કર્યો છે અને કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. પશ્ચિમ મહાા નગર નિગમમાં વર્તમાનમાં શાસક પક્ષ કોંગ્રેસની માત્ર ર૦ બેઠકો પર જીત પ્રાપ્ત થઇ છે. જ્યારે તેના સાથી પક્ષ એનસીપીને માત્ર ૧પ બેઠક મળી છે. અન્યને બે બેઠક પ્રાપ્ત થઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY