નબળા બાળકોને શિક્ષણ આપવા ના મહત્વના મિશન વિદ્યા પ્રોજેક્ટ થી દૂર કરી રહ્યા છે, આવી હડતાલ કેટલે અંશે વ્યાજબી
ગ્રામજનો એ હાલ 15 દિવસથી શાળા બંધ કરાવી શિક્ષણ વિભાગ માથે લીધું છે પણ શિક્ષણ કોનું બગાડે છે ?.નુકશાન કોનું થાય છે?
રાજપીપળા: નર્મદા જિલ્લામાં સરકારનાં મિશન વિદ્યા પ્રોજેકટ ને જોરશોરથી ચલાવાઇ રહ્યો છે, અને સફળતા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તીલકવાડા તાલુકાનાં નવાપુરા ગામમાં આવેલ સરકારી પ્રાથમીક શાળાનાં મુખ્ય શિક્ષક નરેંદ્રભાઇ મહેરા કે જે આ શાળામાં 18 વર્ષથી શાળામાં શિક્ષક હતા અને ગ્રામજનો અને બાળકોનાં આ પ્રીય સાહેબની બદલી ખોટી રીતે કરાતા ગ્રામજનો હાલ ગત 17 જુલાઇથી જ શાળાને ગ્રામજનોએ તાળા મારી દીધા છે. અને માંગ કરી છે કે જ્યા સુધી મુખ્ય શિક્ષકને આ જ શાળામાં નહી મુકાય ત્યા સુધી શાળા બંધ રહેશે એવી જીદ લઇ બેઠા છે ત્યારે એ નિવૃત થશે ત્યારે શું કરશે,હાલ સરકારી બદલીની પ્રક્રિયા 18 વર્ષ થી એકજ શાળામાં રહેલા શિક્ષકની બદલી થતા ગ્રામજનો પોતાના જ બાળકોનું શિક્ષણ અંધકારમય બનાવી રહ્યા છે. હાલ રાજ્ય સરકાર દ્વારા ચાલતા મહત્વના પ્રોજેક્ટ મિશન વિદ્યા થી વંછીત રાખી રહ્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે આ જીદ કોની છે, આ શાળામાં કેટલા શિક્ષકો આવ્યા અને બદલી કરી જતા રહ્યા પણ કેમ આ શિક્ષક માટે ગ્રામજનો દબાણ કરે છે, જેમાં બાળકોનું મહત્વનું શિક્ષણ કાર્ય બગાડે એ પાછું કોણ લાવશે, જો શિક્ષકે બે દિવસ ભણાવ્યું ના હોય તો ગ્રામજનો એ શિક્ષક ને કાઢવા ઉતાવળા થઇ જાય પણ આજે 15 દિવસથી શાળાનું શિક્ષણ કાર્ય બગડે છે જેનો જવાબદાર કોણ આવા અનેક પ્રશ્ન વચ્ચે મનોમંથન જરૂરી છે. ત્યારે શાળા ને તાળાબંધી ની જીદ એ વાલીઓ માટે જોખમી સાબિત થઇ રહી છે.
બોક્ષ : અમારા ગામ ની શાળાના શિક્ષક સારા હતા અને અમારા બાળકો ને વ્યવથિત ભણાવતા હતા. ગામ માટે પણ તેમને લાગણી હતી પણ ખોટી રીતે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બદલી કરી દીધી છે, એટલે અમે શાળા ને તાળા મારી દીધા છે જ્યાં સુધી શિક્ષક ને પાછા નહીં લાવવામાં આવે ત્યાં સુધી શાળા બંધ રાખીશુ >>> રમેશ તડવી (ગ્રામજન )
બોક્ષ : મુખ્ય શિક્ષકની બદલી કરી જેમાં ગ્રામજનો એ શાળા ને તાળા મારી દીધા છે અને અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા વગર બદલી કરી દીધી છે, પરંતુ ગ્રામજનો નું કહેવું છેકે શિક્ષક ને ફરી આ શાળા માં લાવવામાં આવે અમે એવું ઇચ્છીયે છીએ કે વહેલી તકે આ શિક્ષક ને પાછા લાવે તો વિધાર્થીઓનુંું શિક્ષણ બગડે નહીં >>>> હરેન્દ્ર સિંહ ( શિક્ષણ સંઘ પ્રમુખ નર્મદા )
બોક્ષ : આ શિક્ષક સાથે અન્ય 9 જેટલા શિક્ષકો ની બદલીઓ કરી છે બદલી કરવા પાછળ વહીવટી તંત્ર કે અધિકારી જેની અસર આડઅસર જોઈને કરતા હોય છે, બધા શિક્ષકો હાજર થઇ ગયા અને આ શિક્ષક નરેન્દ્ર મહેરા પણ માથાસાર હાજર થયો છે, આ વહીવટી પ્રક્રિયા છે, જેથી ગ્રામજનો પોતાના બાળકોનું શિક્ષણ કાર્ય ના બાગાડે અને બાળકોને નિયમિત શિક્ષણ માટે શાળાએ મોકલે >>> DPEO બી.ડી.બારીઆ
બોક્સ:બદલી કરાયેલ શિક્ષક માંદગીની રજા પર ઉતરી ગયો.
ઉચાદ ગામેથી બદલી કરાયેલ શિક્ષક નરેન્દ્ર મહેરા ડેડીયાપાડાની માથાસર પ્રાથમિક શાળામાં હાજર થયા બાદ 2-3 દિવસ નોકરી કરી પછી 4 દિવસની રજા મૂકી દીધી હતી.અને હાલમાં 2/8/2018થી માંદગીની રજા પર ઉતરી ગયો છે.ત્યારે આ મામલે નર્મદા DPEO બી.ડી.બારીઆએ જણાવ્યું હતું કે ખરેખર એમણે રજાચિઠ્ઠી તાલુકા કક્ષાએ મોકલવી જોઈએ એની જગ્યાએે શાળાના મુ.શિક્ષકને આપી છે એ ન ચાલે.હાલ જિલ્લામાં મિશન વિદ્યા પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો આ પ્રોગ્રામને લઈને ખાસ કારણો સિવાય રજા મંજૂર કરાતી નથી.આ શિક્ષકને હાજર થયા બાદ બીમારી અંગે તબીબી મંડળ સમક્ષ મોકલવામાં આવશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




