મુંબઇ,તા. ૭
સલમાન ખાનની સાથે રેસ-૩ ફિલ્મ મારફતે ફરી એકવાર લોકપ્રિયતાની બાબતમાં સૌથી આગળ થઇ ગયેલી જેક્લીન સારા પ્રોજેક્ટને લઇને હમેંશા આશાવાદી રહે છે. હવે લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતો સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચોંકાવી દીધાછે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિર્માતા નિર્દેશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી. પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૂરી છે.જેક્લીન થોડાક વર્ષ પહેલા સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ કિક મારફતે લોકપ્રિય થઇ હતી. તેની આ ફિલ્મ સફળ રહ્યા બાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી.
હાલમાં જ સલમાન ખાન સાથે તેની બીજી ફિલ્મ રેસ-૩ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હાલમાં તેની પાસે કેટલીક સારી ફિલ્મો રહેલી છે. કિક બાદ તેની કોઇ ફિલ્મ હિટ થઇ શકી નથી. હાલમાં તેની અક્ષય કુમારની સાથે પણ ફિલ્મ રજૂ થઇ હતી. જા કે જેક્લીન હવે બોલિવુડમાં પોતાના પગ જમાવી ચુકી છે. તેની પાસે હજુપણ સારા બેનરની મોટી ફિલ્મો રહેલી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




