વિશ્વ મેલેરિયા દિન નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલી જનજાગૃતિ રેલી

0
11

ચોમાસા પૂર્વે ઘરની અગાસીઓ સ્વચ્છ કરવા અપીલ
સુરત, તા.૨૬
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે નવો પૂર્વઝોન સરથાણાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં મચ્છજન્ય રોગચાળાની પરિસ્થિતિ નિવારવા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોટાવરાછા, અબ્રામા, સરથાણાના રહેણાંક તથા ચાલુ હાલતમાં આવેલ બાંધકામના બેઝમેન્ટ બનાવવામાં આવેલ ચેનલાઈઝરનો યોગ્ય ઢાળ ન હોવાને કારણે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાની સંભાવના ધરાવતા કુલ ૩૨ ઈસમો સામે ક્ષતિ નિવારવા જાહેર આરોગ્ય રક્ષણ સંબંધિત નોટિસ આપવામાં આવી છે.
આથી જાહેર જનતાને જણાવવાનું કે હાલમાં તેમજ આગામી ચોમાસાની ૠતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળાની પરિસ્થિતિને નિવારવા ધાબા ઉપર પડેલ નકામો પડતર ભંગાર સામગ્રીનો નિકાલ કરવાનો રહેશે. તેમજ ખાનગી પ્લોટ ધારકોએ વરસાદી પાણીનો ભરાવો ન થાય તે મુજબ માટી પૂરાણ કરવા અથવા વોટર રિચાર્જ બોરિંગ કરવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં ચાલુ હાલતના બાંધકામ ધારકોએ પોતાની પ્રિ માઈસીસમાં આવેલ પાણી ભરાવાના સ્થળોએ અઠવાડીક બે દિવસ ડીઝલ-કેરોસીનનો છંટકાવ કરવા જણાવવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY