ચોટીલા પોલીસ મોટર સાયકલ ચોરી કરતી ગેંગ પકડી

0
300

ગઈ તા. 21.08.2017 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શાસ્ત્રીનગર રહેતા ફરિયાદી ફરીદભાઇ ફીરોજભાઇ પંજવાણી ખોજા મુ.માન ઉવ. 27 વાળાનુ મોટરસાયકલ (1) GJ-13PP-8861 તથા અન્ય એક ફરિયાદીનું બીજું મોટર સાયકલ (2) GJ-13QQ-8010 ના કુલ કિ.રૂા.50,000/- ચોટીલા શાસ્ત્રીનગરમાં ફરીયાદીના ઘર પાસે શેરીમાં પાર્ક કરેલ. જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ જે અંગે ફરિયાદીએ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇ. પી. ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…

આ ગુન્હામાં મોટર સાયકલ ચોરી કરતી ગેંગ સંડોવાયેલ હોવાની શક્યતા આધારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિંન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા આ ગુન્હાની તપાસમાં ગંભીરતા રાખી, ગુન્હો શોધી કાઢવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી…

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર, પોસઈ આઇ. કે. શેખ , સી.બી.રાકજા, તથા સ્ટાફના એ.એસ.આઇ. કેતનભાઇ તથા પોલીસ હેડ કોન્સ. વીજયસિહ, હરદેવસિંહ, પો.કોન્સ. ઇશ્વરભાઇ, વિભાભાઇ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક સીસીટીવી ફૂટેજ આધારે ટેકનીકલ સોર્સ તથા બાતમી આધારે આરોપીઓ (1) દશરથભાઇ ભનાભાઇ કેરાડીયા ચુ.કોળી ઉવ. 21, (2) વાઘજી ઉર્ફે ગડીયો વશરામભાઇ સણાથરા ચુ.કોળી ઉવ. 21 બને રહે. રતનપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર ને સાયલા તાલુકાના રતનપર ગામેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી મોટર સાયકલ નંગ 2 કીમત રૂ. 50,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે…

પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા, તેને આ મોટરસાયકલ ચોટીલા શાસ્ત્રીનગરમાં શેરી માંથી ગઈ તા.06/08/2017 ના રોજ ચોરી કરેલા ની કબૂલાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ થાનગઢ પોલીસ સ્ટેશનની હદમાં થી પણ પાંચ મોટર સાયકલ ની ચોરી કરવામાં આવેલા ની કબૂલાત પણ કરવામાં આવેલ હોઈ, ચોટીલા તથા થાનગઢ વિસ્તારમાંથી કરવામાં આવેલ સાત (7) વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે…..

પકડાયેલ આરોપીઓને મોટર સાયકલ ફેરવવાનો શોખ હોય બંને આરોપીઓ દ્વારા મોટરસાઇકલ નિશાન બનાવવામાં આવતો હોવાની વિગતો તપાસ દરમીયાન ખુલવા પામેલ છે. થોડો સમય ફેરવી, મામુલી કિંમતે વહેંચી નાખતા હોવાની પણ આરોપીની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરેલ છે અને મોટર સાયકલ ચોરી કરી, ચોરીનું કામ પાર પાડવાની મોડસ ઓપરેન્ડી હોવાની કબુલાત કરેલ છે…

આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી પકડાયેલ આરોપીએ ચોટીલા ઉપરાંત બીજી જગ્યાએ પણ ચોરીના ગુન્હાઓ આચારેલ હોવાની શક્યતા આધારે આરોપી પકડાયા અંગેની જાણ તમામ પોલીસ સ્ટેશન તથા બહારના જિલ્લામાં કરવામાં આવેલ છે…

પકડાયેલ આરોપી બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? બીજા કોઈ જિલ્લા કે શહેરોના ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? પકડાયેલ આરોપીની ગેંગ સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સબબ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર, તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે….

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY