શિવસેના સાથે અન્ય સંસ્થાના અગ્રણીઓ પણ જોડાયા
રાજકોટમાં ફરજ બજાવતા પી.આઈ. સોનારાની રાજકીય પ્રેશરથી બદલી કરવામાં આવી હોય જેના વિરોધમાં આજે મોરબી ખાતે શિવસેના તેમજ અન્ય સંસ્થાઓએ આવેદન પાઠવ્યું હતું અને પી.આઈ.ની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે.
મોરબી શિવસેના દ્વારા આજે પી.આઈ. સોનારાની બદલી રોકવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું શિવસેના જીલ્લા પ્રમુખ દિગુભા ઝાલા, શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા ઉપરાંત અન્ય સંસ્થાઓ જેવી કે નિરાધાર ગૌરક્ષક સંવર્ધન ટ્રસ્ટ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), વિશ્વ ગૌ વંશ સુરક્ષા સંગઠન, બાલ ગોપાલ મિત્ર મંડળ મોરબી, ગૌરક્ષક દલ ગુજરાત, ગૌ સેવા સમિતિ મોરબી, શિવસેના ચોટીલા અને વેપારી એસો મોરબી સહિતની સંસ્થાઓ જોડાઈ હતી
જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને પી.આઈ. સોનારાની રાજકીય દબાણથી બદલી કરવામાં આવી હોય, કર્તવ્યનિષ્ઠ અધિકારીની આ રીતે બદલી યોગ્ય ના હોવાનું જણાવીને બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને બદલી રોકવામાં ના આવે તો ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રાહુલ નગવાડિયા
૯૬૩૭૦૭૫૭૧૭
મોરબી
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




