પાણી ચોરો સાવધાન..!! ૪૫ હજાર લોકો સામે કાર્યવાહી કરાશે

0
7

રાજકોટ,તા.૨૨
ગુજરાતમાં વરસાદ ઓછો પડતા કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે તેવા એંધાણ છે. પણ ગુજરાત સરકાર સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી રહી છે. પણ કેટલાક લોકો આ બાબતમાં વિધ્ન નાખી રહ્યાં છે. જેમકે રાજકોટમાં લોકો પાણીની બેફામ ચોરી કરે છે. જેથી હવે તંત્ર સાબદુ થયું છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાણીની ચોરી કરતાં ૪૫ હજાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉનાળામાં પાણીની અછત ન સર્જાઈ તે માટે મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટને નર્મદાનું પાણી આપવા માટે સરકાર તત્પર છે. નર્મદાના પાણીથી આજી ડેમ ૨૦ ફૂટ ભરાયો છે. ભાદર અને ન્યારી ડેમમાંથી પાણી આવી રહ્યું છે. ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાશે નહી તેની ખાતરી મ્યુનિશિપલ કમિશ્નરે આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY