યૂપીમાં મોબ લિન્ચિંગ મામલે સુપ્રિમે પોલીસને બે સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો

0
9

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૩
ઉત્તર પ્રદેશના હાપુરમાં બનેલી મોબ લિંન્ચિગની ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે મોબ લિંન્ચિગ મામલે ઉત્તર પ્રદેશ પોલીસને નોટિસ મોકલી તપાસ રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ બે સપ્તાહમાં કોર્ટે સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા હાપુરમાં એકઠી થયેલી ભીડે એક યુવકને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે કે એક યુવકને માર મારતા ઘાયલ થયો હતો.
ઘાયલ થયેલા શખ્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની વાળી ખંડ પીઠે સનાવાણી દરમ્યાન યુપી પોલીસને નોટિસ ફટકારી છે. આ સાથે કોર્ટે ઘાયલને સુરક્ષા પુરી પાડવાના પણ આદેશ આપ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY