માઉન્ટ આબુમાં ૧૦થી ૧૨ સેકન્ડ અનુભવાયા ભૂકંપના આંચકા, પ્રવાસીઓ ભયભીત

0
10

મહેસાણાના ધરોઈ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
માઉન્ટ આબુ,તા.૧૪
પ્રવાસીય સ્થળ માઉન્ટ આબુમાં આજે(મંગળવાર) સવારે ૧૦.૩૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇને અહીં આવેલા પ્રવાસીઓની, શહેરની અલગ-અલગ હોટલોમાં રોકાયેલા લોકો અને નાગરિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રિક્ટર સ્કેલ પર ૪ની તીવ્રતા નોંધાઇ હતી. ભૂકંપના આંચકા થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અચાનક માઉન્ટ આબુની ધરાધ્રુજતા કેટલાક મકાનોના વાસણો પડવા લગ્યા હતા. ૧૦ સેકન્ડ સુધી ચાલેલી આ કંપારથી લોકો રસ્તા પર નીકળી આવ્યા હતા. જાનમાલનું કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલ નથી.
મહત્વનું છે કે, સિરોહીના આબૂરોડ અને માઉન્ટ આબુમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ સાથે જાલોર, સિરોહી, ઉદયપુરમાં પણ સવારે ૧૦.૩૦ કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
મહેસાણાના ધરોઈ વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિટર સ્કેલ પર ૨.૪ની તીવ્રતા નોંધાઈ છે. ધરોઈથી ૪૫ કિલોમીટર દૂર અને જમીનથી ૨૦ કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ છે. સવાલે સાડા દસ વાગે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, જાપાનમાં પણ ૫.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY