ચીમન સાપરિયાએ ફેંક્યો પરેશ ધાનાણીને પડકાર, આક્ષેપો પૂરવાર કરવા આપી ચેલેન્જ

0
15

ગાંધીનગર,તા.૧૪
મગફળીમાં કૌભાંડમાં પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયાનું નામ ઉછળ્યું છે. ત્યારે ચીમન સાપરિયાએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને આરોપ સાબિત કરવા પડકાર ફેંક્યો છે. જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોટાળો થયો હોવાની વાત સ્થાનિક ધારાસભ્ય છેલ્લા સાત મહિનાથી વાત કરી રહ્યા છે.
જામનગર માર્કેટ યાર્ડમાં જાન્યુઆરી મહિનામાં જ્યારે મગફળીની ખરીદી ચાલી રહી હતી ત્યારે ચિરાગ કાલરિયાએ જનતા રેડ કરી અને ખરીદાતી મગફળી હલકી ગુણવતાની હોવાનો આક્ષેપ કર્યો હતો. જે-તે સમયે સ્થાનિક ધારાસભ્યએ પંચરોજકામ પણ કરાવ્યું હતું.
સાત મહિના સુધી તો આ મામલે ખાસ કંઈ ન થયું. પરંતુ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આમાં ચીમન સાપરિયાની સંડોવણીનો આક્ષેપ કર્યો છે.
ત્યારે જામજોધપુર સહકારી મંડળી સાથે સંકળાયેલા ચીમન સાપરિયાએ ધાનાણીને આક્ષેપો પૂરવાર કરવા ચેલેન્જ આપી છે. જો ધાનાણી આક્ષેપો પૂરવાર કરી બતાવે તો સાપરિયાએ જાહેર જીવન છોડવાની તૈયારી બતાવી છે. અને જો આક્ષેપ પુરવાર ન કરી શકે તો ધાનાણી રાજીનામું આપી જાહેર જીવન છોડી દે તેવી માંગ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY