અભિનેતા આયુષ શર્માને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું,હેલ્મેટ ન પહેરતાં દંડ ફટકાર્યો

0
15

ફિલ્મ લવરાત્રિના પ્રમોશન માટે અભિનેતા વડોદરા આવ્યા હતા
વડોદરા,તા.૧૪
બોલીવુડની અપકમિંગ ફિલ્મ લવરાત્રિ ટૂંક સમયમાં રિલીઝ થનાર છે. ત્યારે ફિલ્મ લવરાત્રીના અભિનેતા આયુષ શર્મા અને અભિનેત્રી વારીના હુસૈને સોમવારે સાંજે વડોદરામાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન સલમાનના જીજાજી આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર એક્ટિવા ચલાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરા પોલીસ રાત્રે હોટલ પર જઈને અભિનેતાને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
તમને જણાવી દઈએ કે, લવરાત્રી ફિલ્મનું શૂટિંગ વડોદરા ખાતે આવેલ અલગ-અલગ લોકેશન પર કરવામાં આવ્યું છે. લવરાત્રી ફિલ્મની સ્ટાર કાસ્ટ આયુષ શર્મા અને વારીના હુસૈન છોગાળા સોંગ લોન્ચ કરવા માટે બે દિવસ માટે વડોદરા શહેરના મહેમાન બન્યાં છે.
ગઇકાલે સોમવારે ફિલ્મની એક્ટર આયુષ શર્મા અને એક્ટ્રેસ વારીના હુસૈને એક્ટિવા પર રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ફિલ્મના એક્ટર આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવી હતી અને ફિલ્મની અભિનેત્રી વારીના હુસૈન તેની પાછળ બેઠી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે હોટલ પર પહોંચીને ફિલ્મના એક્ટર આયુષ શર્માને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY