કેરળમાં પૂર-વરસાદે તબાહી સર્જી : કેન્દ્રએ ૫૦૦ કરોડનું રાહત પેકેજ આપ્ય

0
45

તિરુવનંતપુરમ્‌,તા.૧૮
કેરળમાં પૂર અને ભારે વરસાદના કારણે મૃતકોની સંખ્યા ૩૨૪ પર પહોંચી છે. સ્થિતિની ગંભીરતા જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે કેરળ પહોંચ્યા હતા. આજે સવારે તેમણે રાજ્યના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન, કેન્દ્રીય મંત્રી કેજે અલ્ફોંસ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોના રાહત અને બચાવ કાર્ય અંગે સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ તેમણે સીએમ વિજયન સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેમની સાથે હેલિકોપ્ટરમાં કે જે અલ્ફોંસ પણ હતા.
બીજી બાજુ હવામાન વિભાગે રવિવાર સુધી કેરળની સાથે જ તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું.
પીએમ મોદીએ ભયાનક પૂરનો સામનો કરી રહેલા કેરળ માટે તત્કાળ આર્થિક સહાય તરીકે ૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ અગાઉ પીએમ તરફથી ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કેરળમાં પૂર અને વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સહાય વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા રાહત કોષમાંથી આપવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં ભયાનક પૂરથી થયેલા જાનમાલના ભારે નુકસાન પર શુક્રવારે દુખ વ્યક્ત કર્યું અને રાજ્યના પાર્ટીના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ પ્રભાવિત લોકોની મદદ માટે આગળ વધે.
વરસાદે કેરળમાં છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩૨૪થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ મૃત્યુઆંક વધે તેવી શક્્યતા છે. રાજ્યમાં પડી રહેલા સતત વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધી રહ્યાં છે. અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીનાં પાણી ફરીવળ્યાં છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર થયા છે. અને રાહત શિવિરોમાં આશરો લેવા મજબૂર થયા છે.રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનાં થાંભલા પડી જવાથી વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. અનેક ગામડાઓ અને શહેરોમાં હજી પણ અંધારપટ છવાયો છે. પૂરનાં પાણી ફરી વળતા તેમજ રસ્તા તૂટી જતાં રાજ્યના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થઈ ગયા છે. કોચી એરપોર્ટ ૨૬ ઓગસ્ટ સુધી બંધ કરાયું છે.
હવામાન વિભાગે રવિવાર સુધી કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના ૧૪માંથી ૧૩ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાસરગોડા, ઇડુક્કી, અલાપ્પુઝા, થ્રિસુર, એર્નાકુલમ જિલ્લામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.
આર્મી, કોસ્ટગાર્ડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૬ હજારથી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેવી, આર્મી, કોસ્ટગાર્ડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દ્ગડ્ઢઇહ્લની બીજી ૧૪ ટુકડીઓ પણ કેરળ પહોંચી રહી છે. પાણીમાં ફસાયેલા અનેક લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને કહ્યું કે, રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રારંભિક સમીક્ષા બાદ મળતી માહિતી મુજબ કેરળમાં ૨૦ હજાર કરોડ રુપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેરળને ૧૦-૧૦ કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેલંગાનાના સીએમ ચંદ્રશેખરે પણ ૨૪ કરોડ રૂપિયા આપવાની મદદ કરી છે. બીજીબાજુ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેરળ માટે ૫ કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. (જી.એન.એસ)તિરુવનંતપુરમ્‌,તા.૧૮
કેરળમાં પૂર અને ભારે વરસાદના કારણે મૃતકોની સંખ્યા ૩૨૪ પર પહોંચી છે. સ્થિતિની ગંભીરતા જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે કેરળ પહોંચ્યા હતા. આજે સવારે તેમણે રાજ્યના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન, કેન્દ્રીય મંત્રી કેજે અલ્ફોંસ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોના રાહત અને બચાવ કાર્ય અંગે સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ તેમણે સીએમ વિજયન સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેમની સાથે હેલિકોપ્ટરમાં કે જે અલ્ફોંસ પણ હતા.
બીજી બાજુ હવામાન વિભાગે રવિવાર સુધી કેરળની સાથે જ તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું.
પીએમ મોદીએ ભયાનક પૂરનો સામનો કરી રહેલા કેરળ માટે તત્કાળ આર્થિક સહાય તરીકે ૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ અગાઉ પીએમ તરફથી ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કેરળમાં પૂર અને વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સહાય વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા રાહત કોષમાંથી આપવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં ભયાનક પૂરથી થયેલા જાનમાલના ભારે નુકસાન પર શુક્રવારે દુખ વ્યક્ત કર્યું અને રાજ્યના પાર્ટીના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ પ્રભાવિત લોકોની મદદ માટે આગળ વધે.
વરસાદે કેરળમાં છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩૨૪થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ મૃત્યુઆંક વધે તેવી શક્્યતા છે. રાજ્યમાં પડી રહેલા સતત વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધી રહ્યાં છે. અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીનાં પાણી ફરીવળ્યાં છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર થયા છે. અને રાહત શિવિરોમાં આશરો લેવા મજબૂર થયા છે.રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનાં થાંભલા પડી જવાથી વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. અનેક ગામડાઓ અને શહેરોમાં હજી પણ અંધારપટ છવાયો છે. પૂરનાં પાણી ફરી વળતા તેમજ રસ્તા તૂટી જતાં રાજ્યના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થઈ ગયા છે. કોચી એરપોર્ટ ૨૬ ઓગસ્ટ સુધી બંધ કરાયું છે.
હવામાન વિભાગે રવિવાર સુધી કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના ૧૪માંથી ૧૩ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાસરગોડા, ઇડુક્કી, અલાપ્પુઝા, થ્રિસુર, એર્નાકુલમ જિલ્લામાં પરિÂસ્થતિ ખૂબ ખરાબ છે.
આર્મી, કોસ્ટગાર્ડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૬ હજારથી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેવી, આર્મી, કોસ્ટગાર્ડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દ્ગડ્ઢઇહ્લની બીજી ૧૪ ટુકડીઓ પણ કેરળ પહોંચી રહી છે. પાણીમાં ફસાયેલા અનેક લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને કહ્યું કે, રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રારંભિક સમીક્ષા બાદ મળતી માહિતી મુજબ કેરળમાં ૨૦ હજાર કરોડ રુપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેરળને ૧૦-૧૦ કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેલંગાનાના સીએમ ચંદ્રશેખરે પણ ૨૪ કરોડ રૂપિયા આપવાની મદદ કરી છે. બીજીબાજુ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેરળ માટે ૫ કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY