ચોટીલા સરકારી હોસ્પીટલ પી.એમ.રૂમ પાછળ ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે ઇંગ્લીશ દારૂ રહેણાક મકાનમાંથી પકડી પાડતી ચોટીલા પોલીસ ..

0
194

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોલીસને દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ.પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા આઇ.કે.શેખ તથા એ.એસ.આઇ. કેતનભાઇ તથા પોલીસ હેડ કોન્સ. વિજયસિંહ તથા પોલીસ કોન્સ.વિભાભાઇ તથા શેખાભાઇ તથા પ્રવિણસિંહ તથા જગદિશસિંહ તથા ભીખાભાઇ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર ચોટીલાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ચોટીલા સરકારી હવાખાના પી.એમ.રૂમ પાછળ રહેતા નીમભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ ભીખુભાઇ ખવડ કાઠી દરબાર પોતાના રહેણાક મકાને મોટાકાંધાર તા.ચોટીલા વાળા સંજયભાઇ ભુપતભાઇ ખાચર વાળાનો ઇંગ્લીશ દારૂ પોતાના રહેણાક મકાને પોતાના કબજામાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા આઇ.કે.શેખ તથા એ.એસ.આઇ. કેતનભાઇ તથા પોલીસ હેડ કોન્સ. વિજયસિંહ તથા પોલીસ કોન્સ.વિભાભાઇ તથા શેખાભાઇ તથા પ્રવિણસિંહ તથા જગદિશસિંહ તથા ભીખાભાઇ સહિતની ટીમ દ્વારા ચોટીલા સરકારી હોસ્પીટલ પી.એમ.રૂમ પાછળ આરોપી નીમભાઇ ભીખુભાઇના રહેણાક મકાનના ફળીયમાં આવેલ ટાવરની ઓરડીમાં સર્ચ ઓપરેશન, હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, અલગ અલગ બ્રાન્ડ ની બિયર ટીન નંગ 392 કુલ કિંમત રૂપિયા 39200/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન *આરોપીઓ (1) નીમભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ ભીખુભાઇ ખવડ કાઠી દરબાર રહે.ચોટીલા સરકારી દવાખાના પી.એમ.રૂમ પાછળ તા.ચોટીલા (2) સંજયભાઇ ભુપતભાઇ ખાચર કાઠી દરબાર રહે. મોટાકાંધાસર તા.ચોટીલા બંન્ને હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગાયેલાનું જાણવા મળેલ હતું.

પકડાયેલ મુદ્દામાલ બાબતે નાસી ગયેલ આરોપી (1) નીમભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ ભીખુભાઇ ખવડ કાઠી દરબાર રહે.ચોટીલા સરકારી દવાખાના પી.એમ.રૂમ પાછળ તા.ચોટીલા (2) સંજયભાઇ ભુપતભાઇ ખાચર કાઠી દરબાર રહે. મોટાકાંધાસર તા.ચોટીલા વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. વિજયસિંહ કે.સોલંકી દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપીઓ (1) નીમભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ ભીખુભાઇ ખવડ કાઠી દરબાર રહે.ચોટીલા સરકારી દવાખાના પી.એમ.રૂમ પાછળ તા.ચોટીલા (2) સંજયભાઇ ભુપતભાઇ ખાચર કાઠી દરબાર રહે.મોટાકાંધાસર તા.ચોટીલાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY