મિત્રના કાકાની દીકરાના લગ્નમાં ભુતિયાદરા ગામે જવા નીકળેલા ત્રણ મિત્રોનો ગરુડેશ્વરમાં અકસ્માત થયો અને લગ્નના બદલે સીધા હોસ્પિટલ ભેગા થયા
રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી લગ્નમાં અન્ય ગામ જતા ત્રણ મિત્રોની બાઈક અન્ય બાઈક સાથે ભટકાતા એકનું મોત થયું હતું .
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 23 જાન્યુઆરીના રોજ લગ્નમાં જઈ રહેલા ત્રણ મિત્રો પૈકી અક્ષય વિક્રમભાઇ તડવી રહે.નાનીરાવલ તા.ગરૂડેશ્વર તથા તેના મિત્ર મિનેષ રમણભાઈ તડવી રહે.કલીમકવાણા તા.ગરૂડેશ્વર તથા લાલુ કરશનભાઈ તડવી રહે.ભાણદ્રા નવી વસાહત મો.સા.નં. જી.જે.૨૨ કે ૫૦૭૦ લઈ મિત્રના કાકાના દિકરાના લગ્નમા ભુતિયાદરા ગામ જવા નીકળેલા તે વખતે ગરૂડેશ્વર રોડ ઉપર જતા તેમની મો.સા.ની આગળ અન્ય મો.સા નો ચાલાક અચાનક ટર્ન મારવા જતા જોરથી બ્રેક મારતા મો.સા.નુ સ્ટેરીંગ કટ્રોલ ન રહેતા ત્રણેય મિત્રો મો.સા. ઉપરથી ફેકાઈ ગયા જેમાં ત્રણેયને ઈજાઓ થઈ ત્યારબાદ સારવાર અર્થે દાખલ થયા જેમાં મિનેષભાઈ તડવીનું સારવાર દરમ્યાન મોત થયું હતું.ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




