ભોપાલ,તા.૨૦
મધ્યપ્રદેશની શાળાઓમાં વહેલી તકે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવન ઝરમરનો પણ અભ્યાસ કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન વાસુદેવ દેવનાનીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીની જીવની સ્કૂલના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અંદર રાષ્ટ્રીયતાની ભાવના જાગૃત કરવા માટે નેશનલ હીરોની કહાણીઓ અથવા કાર્ય પુસ્તકમાં સામેલ કરવાની જે નીતિ છે અટલજીની જીવની તે અંતર્ગત સામેલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આધુનિક ભારતમાં અટલજીના સમાન્તર કોઇ પણ રાજનેતા નથી. તેમના જીવનનું ચિત્રણ યુવાઓના જીવનને પ્રેરીત કરવામાં મદદ કરશે. અટલજીના જીવનના બાળપણ, ઇમરજન્સી, ન્યૂક્લિયર ટેસ્ટ, કારગીલ વોર અને ગ્લોબલ ઇમ્પેક્ટના કિસ્સાઓ સામેલ કરાશે. મધ્યપ્રદેશના શિક્ષણ વિભાગે ૨૦૧૫-૧૬માં પૂર્ણ પાઠ્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગણા નેશનલ હીરોની જીવનીને સામેલ કરવામાં આવી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



