વાઈસ ચેરમેન પદે મોગજી ચૌધરી,ચૂંટણીમાં ૨૦ સભ્યોએ મતદાન કર્યું હતુ
મહેસાણા,તા.૨૧
મહેસાણાના દૂધસાગર ડેરીના બીજા ટર્મના ચેરમેન પદે આશા ઠાકોર ચૂંટાઈને આવ્યા છે, જ્યારે વાઈસ ચેરમેનપદે મોગજીભાઈ ચૌધરી જોડિયાવાડાની જીત થઈ હતી. આજે સવારે ૧૧ વાગે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં કમિટીના ૨૦ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. આજે દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. હવે પછી આગામી રવિવારે દૂધસાગર ડેરીની સામાન્ય સભા મળશે.
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી હાઇકોર્ટના આદેશથી સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફી સાથે હાઇકોર્ટના એડીશનલ રજીસ્ટ્રાર કક્ષાના ઓબ્ઝર્વરની હાજરીમાં બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી યોજાઈ હતી. દૂધ સંઘની વ્યવસ્થાપક કમિટીમાં ૨૦ સભ્યો પૈકી ચૂંટાયેલા ૧૫ સભ્યોનો સમાવેશ થાય છે. સરકાર નિયુક્ત ૩ સભ્યો, જિલ્લા રજીસ્ટ્રાર અને આણંદ ફેડરેશનના પ્રતિનિધિ મળી ૨ સરકારી પ્રતિનિધિ અને એક એમડી નિશીત બક્ષીનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં વિજયી બન્યા બાદ આશાબેને તમામનો આભાર માન્યો હતો, અને કહ્યું કે, હંમેશાં તમામ લોકોને સાથે રાખીને મંડળીનો વિકાશ કરીશ. મને ચેરમેન પદે વિજયી બનાવવા બદલ તમામનો આભાર.
મંગળવારે મહેસાણાના દૂધસાગર ડેરીમાં સવારે ૧૧ વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વ્યવસ્થાપક કમિટીના સદસ્યોની બેઠક મળી હતી. જેમાં ચેરમેનના નામની દરખાસ્ત અને ટેકાની વિગતના નિયત ફોર્મેટમાં બેલેટ તૈયાર કરી બેલેટથી મતદાન થયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





