મહિલાએ મસ્જિદના લાઉડસ્પીકર વિરુદ્ધ ફરિયાદ કરતાં ૧૮ મહિનાની જેલની સજા!!

0
80

જાકાર્તા,તા.૨૨
ઈડોનેશિયામાં એક મહિલાને મસ્જિદમાંથી આવનારા ઘોંઘાટને લઈને ફરિયાદ કરવી ભારે પડી. ફરિયાદ કરનારને ઈશનિંદા હેઠળ ૧૮ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. ચીની મહિલા મિલિયાના એ સમયે રડી પડી જ્યારે મંગળવારે જજે આ નિર્ણય સંભળાવ્યો. તેને હથકડી સાથે કોર્ડમાંથી બહાર લઈ જવામાં આવી.
અભિયોજકે કહ્યું કે ૪૪ વર્ષીય મહિલાએ ઈશનિંદા કરી દેશના કાયદાનુ ઉલ્લંઘન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૧૬માં મિલયનાની ફરિયાદ પછી સુમાત્રા ના બંદરગાહ શહેર તાંજુંગ બલાઈમાં ૧૪ બૌદ્ધ મંદિરોને ટોળાએ આગના હવાલે કરી દીધુ હતુ. મહિલાના વકીલે કહ્યું કે સજા વિરુદ્ધ અરજી દાખલ કરી શકાય છે. બીજી બાજુ એક કંજરવેટિવ ગ્રુપ ઈસ્લામિક કમ્યુનિટી ફોરમનુ કહેવુ છેકે મિલિયાનાને આપવામાં આવેલ સજા ખૂબ ઓછી છે. તેને ઓછામાં ઓછી ૨ વર્ષની સજા થવી જાઈએ.
ઈંડોનેશિયાના સંવિધાને ધર્મ અને અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ વર્તમાન સમયમાં ઈસ્લામના અપમાનના દોષી માનતા લોકો પર ઈશનિંદાના કેસ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે અલ્પસંખ્યંક ઈસાઈ અનેજકાર્તાના ચીની ગવર્નરને ઈશનિદાના દોષી સાબિત કર્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. આ પહેલા દેશમાં ઘણા પ્રદર્શન જાવા મળ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY