લદ્દાખમાં હિમસ્ખલનની ઝપેટમાં આવતા ૪ પ્રવાસીઓના મોત, ૬ની તપાસ ચાલુ

0
9

લદ્દાખ,તા.૧૮
જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં ભારે હિમસ્ખલનના કારણે ઘણાં વાહનો બરફ નીચે દબાઈ ગયા છે. આ વાહનોમાં ઓછામાં ઓછા ૧૦ લોકો ફસાયા હતા. તેમાંથી ૪ લોકોના મોત થયા છે અને તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં જ ભારતીય સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જાકે વાતાવરણમાં ખૂબ ફેરફાર થતાં હોવાથી સેનાને રાહત બચાવ કામગીરીમાં પણ ઘણી તકલીફ થઈ રહી છે. લદ્દાખના માઈનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં ભારતીય સેના બરફમાં ફસાયેલા પર્યટકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કેટલાંક લોકોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે ૭ વાગે લદ્દાખના ખારદુંગલામાં રસ્તા વચ્ચે બરફનો પહાડ ધસી આવ્યો હતો. તેના કારણે ઘણાં પર્યટકો દબાઈ ગયા હતા. ખારદુંગલામાં આ દુનિયાનો સૌથી ઉંચાઈ પર આવેલો રસ્તો છે. અહીંનું તાપમાન માઈનસ ૧૫ ડિગ્રી કરતા પણ ઓછું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY