ન્યુ દિલ્હી,તા.૨૨
જા તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને ભારતીય રેલવેના ફ્લેક્સી ફેર સિસ્ટમથી પરેશાન છો તો આ સમાચાર તમને અસર કરશે. સંસદીય સમિતિ તરફથી કરેલ જાહેરાતથી થોડી રાહત મળશે તેવું લાગી રહ્યું હતુ. સંસદીય સમિતિએ પ્રિમિયમ ટ્રેનોમાં મુસાફરી કરનારા યાત્રિકો પાસેથી હવાઈ યાત્રાનું ભાડુ વસુલવાની વાતની નીંદા કરી હતી. આપને જણાવી દઈએ કે ભારતીય ટ્રેનમાં થોડા સમયથી ફ્લેક્સી ફેર સિસ્ટમથી ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.સંસદીય સમિતિએ આ સિસ્ટમનો વાંધો ઉઠાવ્યો હતો, જેથી થોડો સમય એવું લાગી રહ્યું હતુ કે ફ્લેક્સી ફેર સિસ્ટમ હટાવી દેવાશે જેથી કરીને મુસાફરોને થોડી રાહત મળશે.
હાલતો ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકોને ફ્લેક્સી ફેર સિસ્ટમ પ્રમાણે જ ભાડુ આપવાનું રહેશે. જા કે ફ્લેક્સી ફેર સિસ્ટમમાં થોડો ફેરફાર કરાશે.ફ્લેક્સી ફેર સિસ્ટમ ૧૬૮ પ્રિમિયમ ટ્રેનોમાં શરૂ કરવામાં આવ્યુ હતુ. ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના આ સિસ્ટમ રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં અમલી કરાયુ હતુ.
નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ (સપ્ટેમ્બરથી માર્ચ), ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના એપ્રીલ જૂન સુધી ક્રમશઃ ૩૭૧, ૮૬૦ અને ૨૬૨ કરોડની વધારાની કમાણી કરી હતી. રેલવે બોર્ડે ડિસેમ્બર ૨૦૧૭માં ફ્લેક્સી ફેર સિસ્ટમના રિવ્યૂ માટે એક કમિટિની રચના કરી હતી. આ કમિટિએ ફ્લેક્સી ફેરથી યાત્રિકો અને રેલવેની આવક પર થતી અસર પર અધ્યયન કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. કમિટિના રિપોર્ટબાદ કેટલાક ફેરફાર કરવાની ભલામણ સાથે રિપોર્ટ સોંપવામાં આવ્યો. જા કે હજુ રેલમંત્રી પીયૂષ ગોયલ દ્વારા ફરી રિપોર્ટ પર નિર્ણય આવવાનો બાકી છે.
એવા પણ સમાચાર છે કે રેલવે પ્રિમિયમ ટ્રેનોમાં કેટલીક ખાસ સર્વિસ આપવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે. સાથે સાથે ટ્રેન તેના સમયે પહોંચે મુસાફરોને બહુ તકલીફ ન પડે એ માટે ટ્રેનોને જીપીએસ સાથે જાડવાનું વીચારાઈ રÌš છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



