ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા આજ રોજ ભરૂચની શ્રવણ ચોકડી ખાતે કોલેજ રોડ પર બની રહેલ બ્રિજને થોડો આગળ લંબાવવા તથા શ્રવણ ચોકડી પર નવો ઓવરબ્રિજ લંબાવવાની માંગણીઓ સાથે એક દિવસીય પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતાં.

ભરૂચ ની નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોલેજ રોડ પર લંબાવવા ઉપરાંત સતત ભારે વાહનોથી ધમધમતા દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી પર નવો બ્રિજ બનાવવાની માંગણી સાથે શ્રવણ ચોકડી પર કોંગ્રેસ દ્રારા પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતાં.જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાની માં ભરૂચ અને તાલુકાના કાર્યકરો સાથે આજુ બાજુની શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં.

કોલેજ રોડ પર ત્રણ થી ચાર જેટલી કોલેજ આવેલી હોય અને હજારો વિદ્યાર્થીઓ આ રોડ પરથી અવર જવર કરતા હોય જો નર્મદા મૈયા બ્રિજનો છેડો કોલેજ પાસેજ પૂરો થાય તો કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અકસ્માત થવાનો ભય ઉત્પન્ન થયો છે.જેથી બ્રિજને થોડો આગળ સુધી લંબાવામાં આવે તે માંગ કરવામાં આવી હતી.સાથે શ્રવણ ચોકડી પરનો રોડ પણ સતત મોટા વાહનોથી ધમધમતા રહે છે અને આજુ બાજુમાં પણ શાળાઓ આવેલી હોઈ બાળકોને પણ રોડ ક્રોસિંગ કરવામાં પણ તકલીફ પડે છે જેથી વહેલી તકે શ્રવણ ચોકડી પર નવો બ્રિજ મંજુર કરવામાં આવે તેવી માંગ સાથે પ્રતીક ઉપવાસ કર્યા હતાં.જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





