વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહીયાળ ખાતે યોજાયેલા ચોથા તબકકાના સેવાસેતુ કાર્યક્રમ નાની વહીયાળની વયોવૃધ્ધ જાનુબેન તુંબડા માટે જીંદગી માટે આધાર બનીને આવ્યો. લોકોની લાગણી અને સંવેદના સાથે યોજાયેલા કાર્યક્રમમાં તેમનો આધારકાર્ડ અને વૃદ્વ નિરાધાર સહાય તરત જ મંજૂર કરીને પ્રશાસને પારદર્શી વહીવટનો એક સચોટ દાખલો આપ્યો છે. વૃદ્વાની આંખમાં આસું આવ્યા પણ હરખના, કારણે માંડ માંડ ગુજરાતી સમજી શકતા માજીને આજે વૃદ્વ પેન્શનનો સહારો મળ્યો. વલસાડ જિલ્લા કલેકટર શ્રી સી.આર.ખરસાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમની આ ફળશ્રુતિ હતી.
ધરમપુર તાલુકાના નાની વહીયાળ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં એક બની અનોખી ધટના, માનવીય અભિગમ સાથે સંવેદનશીલતાના દર્શન થયા. ખરેખર આ ધટનાને એક દષ્ટાંતરૂપ કહીએ તો ખોટું નથી.
એક ૭૦ વર્ષના વૃધ્ધા સેવાસેતુ કાર્યક્રમમાં આવ્યા હતા. બધા લોકોથી દૂર બેસીને સેવાસેતુની ચહલપહલ નિહાળતા હતા. આ વૃધ્ધાએ આધારકાર્ડ કઢાવવો હતો, પરંતુ તેમની પાસે કોઇ પણ આધાર પુરાવા ન હતા. આ બાબત અધિકારીઓને ધ્યાનમાં આવ્યું અને સર્જાઇ માનવીય અભિગમની ધટના.
વૃધ્ધાની પૂછપરછ કરતા માલુમ પડયું કે, જાનુબેન ઉંચાભાઇ તુંબડા નાની વહીયાળના રહેવાસી છે. વૃધ્ધાના પરિવારમાં કોઇ નથી. જાનુબેન પાસે કોઇ દસ્તાવેજ કે આધાર પુરાવા નથી. રાજય સરકારની કોઇ પણ સહાય મળતી નથી. આ બાબતો જાણીને તરત જ પ્રાંત અધિકારીશ્રી કે.જે ભગોરાએ મામલતદારશ્રી જી.જી.તડવીને યોગ્ય કરવા સુચના આપી. સમયનો વિલંબ કર્યા વિના જાનુબેનના નામનું સોંગદનામુ તૈયાર કરીને આધારકાર્ડ માટે એનરોલમેન્ટ તૈયાર કરી આપવામાં આવ્યું.
આધાર કાર્ડના એનરોલમેન્ટ સાથે જાનુબેનના વૃધ્ધ નિરાધાર સહાયનું ફોર્મભરીને મંજુરી હુકમ પણ હાથોહાથ ત્યાં જ આપી દેવામાં આવ્યો હતો.
આમ એક વૃધ્ધા ને જેનો કોઇ સહારો ન હતો. જેને કોઇ આશા ન હતી તેવા આ નિરાધાર વૃધ્ધાને સહાય આપવામાં ધડીભરનો પણ વિચાર કર્યા વિના સહાયથી લાભાન્વિત કરવાનો અવસર રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલા સેવાસેતુ કાર્યક્રમની ફળશ્રૃતિ છે. આ ધટના જ સાબિત કરી બતાવે છે કે રાજય સરકાર પ્રજાને આંગણે જઇ તેમની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાનો અવસર છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



