જૈન મુનિશ્રી તરુણ સાગર વિજયજી કાળધર્મ પામ્યા

0
25

ન્યુ દિલ્હી,તા.૧
પ્રખર વિદ્વાન અને તેજસ્વી વક્તા એવા જૈન મુનિ તરુણ સાગર વિજયજી મહારાજ આજે પરોઢિયે નવી દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં કાળધર્મ પામ્યા હતા. આ સમાચારે સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રગટાવી હતી.
મુનિશ્રીને થોડા સમય પહેલાં કમળો થયો હતો. તેઓ પાટનગરની એક પ્રાઇવેટ હાસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. દિલ્હીના શ્રેષ્ઠ ડાક્ટરો એમની સારવાર કરી રહ્યા હતા પરંતુ કેટલીક દવાઓના ઓવરડોઝથી એમને રિએક્શન આવતાં એમણે તમામ દવાઓ બંધ કરી દીધી હતી. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા રાધાપુરી જૈન દહેરાસરમાં તેઓ ચાતુર્માસ ગાળી રહ્યા હતા.
૧૯૬૭ના જૂનની ૨૬મીએ મધ્ય પ્રદેશના દમોહમાં આપનો જન્મ થયો હતો. માતા શાંતિદેવી અને પિતા પ્રતાપચંદ્રના એ વહાલસોયા પુત્ર હતા. પરંતુ બાળપણથી જૈન ધર્મના સિદ્ધાંતો અને ગ્રંથોથી આકર્ષાયેલા તરુણ સાગરજીએ ૧૯૮૧ના માર્ચની ૧૮મીએ ગૃહત્યાગ કર્યો હતો અને ત્યારબાદ જૈન ધર્મની દીક્ષા લીધી હતી. એમની વાણીમાં સમાજના દંભી વાણીવર્તન પ્રત્યે એક પ્રકારનો આક્રોશ વ્યક્ત થતો હતો. તેમનાં આગઝરતાં પ્રવચનો કડવાં પ્રવચનો તરીકે પ્રખ્યાત થયાં હતાં. કેટલાંક પ્રવચનોએ વિવાદો પણ સર્જ્યાં હતાં. દેશની ઘણી વિધાનસભાઓમાં આપે પ્રવચનો કર્યાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરુણ સાગર વિજયજી મહારાજની ચિરવિદાય અંગે ઊંડી લાગણી વ્યક્ત કરતો શોકસંદેશો મોકલ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY