૧૦૮ની ટીમે મહિલાને દુઃખાવો ઉપડતાં રસ્તા વચ્ચે જ પ્રસૂતિ કરાવી

0
30

બનાસકાંઠા,તા.૧
માનવીના જન્મ અને મૃત્યુનો સમય નક્કી હોતું નથી. જેના માટે કોઇ પણ સમયે શું ઘટના બને છે તે જાણી શકાતું નથી. બનાસકાંઠામાં એવી જ એક ઘટના બની છે, જેમાં એક મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડતા રસ્તા વચ્ચે જ પ્રસુતિ કરાવી પડી હતી. જેમાં ૧૦૮ની ટીમે ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
બનાસકાંઠાના પુનાથી નાડોલ જઇ રહેલી લક્ઝરી બસમાં એક મહિલાને અચાનક જ પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો. જે પછી બસના ડ્રાઇવરે અને ક્નડક્ટરે કાળજી રાખતાં બસ રોકી હતી અને તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણકારી આપી હતી. આ પછી ૧૦૮ની ટીમ પણ તાત્કાલિક બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર દોડી આવી હતી.
૧૦૮ની ટીમે તાત્કાલિક ચેકપોસ્ટ પર પહોંચીને તેને મહિલાનીપરિસ્થિતી ને જાતાં સ્થળ પર જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જે પછી મહિલાની લક્ઝરી બસમાં જ પ્રસુતિ કરાવી હતી. જેમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેમાં મહિલા અને બાળક બંનેની સ્થિતિ સામાન્ય છે. તેમજ બાળકને અને માતાને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY