ન્યુ દિલ્હી,તા.૧
વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીનું શંખનાદ થતા પહેલા જ રાજનીતિના ગલિયારાઓમાં દરેક પાર્ટીના પીએમ ઉમેદવાર કોણ હશે, તેને લઇ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ જા કોંગ્રેસ પાર્ટીની અંદર વાત આવશે તો રાહુલ ગાંધી જડ વડાપ્રધાન હશે. ગબ્બરે કહ્યું કે, હાલમાં દ્ગડ્ઢછ સરકારમાં એવું લાગી રહ્યું છે કે, ૬૭ વર્ષથી વિકાસને રોકીને રાખવામાં આવ્યો હતો અને ૨૦૧૪થી જ વિકાસ શરૂ થયો છે.
તેમણે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કહ્યું કે, કોંગ્રેસ સરકારે જીડીપી દર ૧૦ ટકાથી ઉપર છોડી હતી. આજની તારીખમાં ડોલર, રૂપિયા પર ખુબ જ ભારે પડી ગયો છે. પેટ્રોલ ૮૫ રૂપિયાનું ઉપર પહોંચી ગયુ છે અને તમે જીડીપીની વાતો કરી રહ્યા છો.
એક કાર્યક્રમમાં ગઠબંધનનાં સવાલ પર રાજ બબ્બરે કહ્યું,’વિશ્વાસ કરો ગઠબંધન કોઇ એક વ્યક્તિ માટે નથી. પરંતુ દેશને બચાવવા માટે છે. જેમા તમામ રાજનૈતિક પાર્ટીઓ, સંસ્થાઓ, વ્યક્તિ તથા વ્યક્તિત્વ તમામ લોકો એક થશે, જેમને આ દેશથી પ્રેમ છે. જ્યારે દેશને બચાવવાનો સમય આવશે હરકોઇ એક થઇ જશે. અને જ્યારે સમય આવશે દેશની જનતા બતાવશે કે, નેતા કોણ છે. જા કોંગ્રેસ પાર્ટી પર વાત આવશે તો રાહુલ ગાંધી વડાપ્રધાન હશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





