સતત ત્રીજા દિવસે પેટ્રોલમાં ૧૬ તો ડિઝલમાં ૨૧ પૈસાનો તોતિંગ વધારો

0
15

ન્યુ દિલ્હી,તા.૧
સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થયો છે. શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૬ પૈસા પ્રતિલીટરનો વધારો થયો છે.તો ડિઝલમાં ૨૧ પૈસાનો વધારો જાવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૮.૬૮ પ્રતિલીટર તો ડિઝલનો ભાવ ૭૦.૪૨ થયો છે.
છેલ્લા ત્રણ દિવસથી સતત ડિઝલનો ભાવ ભડકે બળે છે. ડિઝલની કિંમત હાઈ લેવલે પહોંચી ગઈ છે. શુક્રવારે પણ ડિઝલમાં ૨૮ પૈસાનો વધારો થતા ડિઝલની કિંમત ૭૦.૨૧ પહોંચી ગઈ હતી આજે ફરીથી ભાવ વધારો થતા પેટ્રોલની કિંમત ૭૮.૬૮ પ્રતિલીટર થઈ છે.
દિલ્હી ઉપરાંત આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલમાં ૧૬ પૈસાના વધારા સાથે ૮૬.૦૯ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડિઝલમાં ૨૨ પૈસા વધીને ૭૪.૭૬ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
આંતરાષ્ટ્રીય બજારોમાં ડાલરની સરખામણીમાં રૂપિયો ગગડતા અને ક્રૂડની વધતી જતી કિંમતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ક્રૂડની વધતી જતી કિંમતને કારણે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થયો છે.
ગયા વર્ષે જૂનમાં ઓઇલ કંપનીઓએ દર મહિને પ્રથમ અને ૧૬ તારીખે ઓઇલના ભાવમાં ફેરફાર કરવા માટે થતી ૧૫ વર્ષ જૂની વ્યવસ્થા સમાપ્ત કરી હતી. તેની જગ્યાએ તેમણે રોજના ભાવમાં ફેરફારની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. આ પછી રોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર થતા હોય છે.
આ અઠવાડિયે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ચાર ડોલર સુધી વધી ગયો હતો અને આ રીતે ક્રૂડમાં સો ટકાની તેજી જાવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડિમાન્ડ અને સપ્લાયને જાતાં આગામી સમયમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થવાની કોઇ આશા જણાતી નથી. હાલ ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ૭૦.૫૦ ડોલર અને બ્રેન્ટ ક્રૂડનો ભાપ પ્રતિબેરલ ૭૭.૬૬ ડોલર છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY