બે ભારતીયો વાંગચૂક-વાતનાની રમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત

0
11

મનીલા,તા.૧
ભારતના સોનમ વાંગચૂક અને ભરત વાતનાનીને મનીલામાં આયોજિત એક સમારંભમાં રમન મેગ્સેસે એવોર્ડ એનાયત કરાયો હતો. એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા આ સન્માનથી કમ્બોડિયામાં થયેલા નરસંહારમાં કોઇ રીતે સ્વયંને બચાવનાર યુકે ચાંગ, પૂર્વી તિમોરની માર્યા ડી લુઆરડેઝ માર્ટિસ ક્રૂઝ, ફિલિપાઇન્સના હોવાર્ડ ડી અને વિયેતનામના દિવ્યાંગ વોથી હોયાંગ યેનને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુંબઇના વાતનાની અને તેમનાં પત્નીએ રસ્તા પર રહેતા માનસિક રીતે બીમાર લોકોના ઇલાજ માટે પોતાના ખાનગી ક્લિનિક પર લાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેને લઇને તેમણે ૧૯૮૮માં શ્રદ્ધા રિહેબિલિટેટ ફાઉન્ડેશન સ્થાપ્યું હતું.
તેનો હેતુ રસ્તા પર રહેતા માનસિક રીતે બીમાર લોકોને બચાવવાનો, તેમને વિનામૂલ્યે આવાસ, ભોજન અને મનોચિકિત્સક સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ તેમનું તેમના પરિવારો સાથે મિલન કરાવવાનો હતો.
એ જ રીતે વાંગચૂકે ઉત્તર ભારતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ પ્રણાલીમાં સહકારી અને સામુદાયિક ધોરણે સુધારા કર્યા હતા, જેના પગલે લદ્દાખી યુવાનોની જિંદગીમાં બદલાવ આવ્યો હતો.
વાંગચૂક શ્રીનગર એનઆઇટીમાં ૧૯ વર્ષના એન્જિનિયરીંગના વિદ્યાર્થી હતા અને તેમણે પોતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા ટ્યૂશન શરૂ કર્યા હતા, જેના પગલે તેમને શિક્ષણ ક્ષેત્રે સુધારા કરવાની તક મળી હતી. મશહૂર ફિલ્મ થ્રી ઇડિયટ્‌સમાં આમિરખાને વાંગચૂકની ભૂમિકા ભજવી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY