લખનઉ,તા.૨૮
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જા સુપ્રીમ કોર્ટ સબરીમાલા વિવાદ પર ચુકાદો આપી શકે છે તો રામ મંદિર પર પણ દેશની સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો આપવો જાઇએ.
યોગીએ ફરી કહ્યું કે, રામ જન્મભૂમિનો મુદ્દો રાજનીતિનો વિષય નથી. યોગીએ કહ્યું કે, ધાર્મિક ભાવનાઓની વાત છે. યોગી આદિત્યનાથે સબરીમાલા વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોઇની સાથે પણ ભેદભાવ ન કરવો જાઇએ, જા સુપ્રીમ કોર્ટ સબરીમાલા મંદિર વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવી શકે છે, તો અમે અપીલ કરીએ છીએ કે, રામ મંદિર પર એક ચુકાદો લેવો જાઇએ, રામ જન્મભૂમિનો મુદ્દો રાજકીય વિષય નથી.
વધુમાં યોગીએ કહ્યું કે, ટુંક સમયમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે. ૨૩ ઓક્ટોબરે વિધાનસબા ચૂંટણી પ્રચાર માટે છત્તીસગઢ પહોંચેલા યોગીએ કહ્યું હતું કે, છત્તીસગઢ ભગવાન રામનું મોસાળ છે, તેનું અહીં આવવું સ્વાભાવિક છે. ભગવાન રામના મોસાળમાં મંદિર બની ગયું છે, તો હવે અયોધ્યામાં પણ જલ્દી ભવ્ય રામ મંદિર બનશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




