બૅન્કોમાં આધાર એન્રાલમેન્ટના લઘુતમ લક્ષ્યાંકની મહેતલ લંબાવાઇ

0
56

ન્યુ દિલ્હી,તા.૧
યુનિક આઇડેન્ટિફિકેશન આૅથારિટી આૅફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ બૅન્કોની નિયુક્ત શાખાઓમાં આધાર એન્રાલમેન્ટ અને અપડેશનના લઘુતમ લક્ષ્યાંકની મહેતલ પહેલી નવેમ્બર સુધી લંબાવી હતી. યુનિક આઇડેન્ટિફિકેશન આૅથારિટી આૅફ ઇન્ડિયાએ બૅન્કોને ૨૦૧૮ની પહેલી નવેમ્બરથી નિયુક્ત શાખામાં દરરોજ ઓછામાં ઓછા આઠ આધાર એન્રાલમેન્ટ અને અપડેશન હાથ ધરવાની સૂચના આપી હતી.
અગાઉ, યુનિક આઇડેન્ટિફિકેશન આૅથારિટી આૅફ ઇન્ડિયાએ બૅન્કોની નિયુક્ત શાખાઓમાં ૨૦૧૮ની પહેલી જુલાઇથી દરરોજ ઓછામાં ઓછા આઠ આધાર એન્રાલમેન્ટ અને અપડેશન હાથ ધરવા, તે પહેલી આૅક્ટોબરથી વધારીને દરરોજના ૧૨ કરવા અને ૨૦૧૯ની પહેલી જાન્યુઆરીથી ૧૬ કરવાની સૂચના આપી હતી.
યુનિક આઇડેન્ટિફિકેશન આૅથારિટી આૅફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે બૅન્કોની જે શાખા ૨૦૧૮ના નવેમ્બરમાં દૈનિક ઓછામાં ઓછા આઠ આધાર એન્રાલમેન્ટ અને અપડેશન કરશે તેઓને ૨૦૧૮ના આૅક્ટોબર સુધી ‘ફાઇનાÂન્શયલ ડિસઇન્સેન્ટિવ’માંથી બાકાત રખાશે. કેરળ અને અન્ય અમુક રાજ્યમાંની શાખાને લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં રાહત અપાઇ છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY