સોફ્ટ ડ્રિંક્સમાં જેટલી મીઠાશ વધારે એટલો જ વધુ ટેક્ષ ! : બ્રિટનમાં અનોખો નિયમ

0
10

લંડન,
તા.૯/૪/૨૦૧૮

બ્રિટન સરકારે ઠંડા પીણા પીનારા પાસેથી સુગર ટેક્ષ લેવાનું આયોજન કર્યું

સ્વાસ્થ્ય ઉ૫ર ગંભીર માઠી અસર ૫હોંચાડતા હોવાછતાં આજના સમયમાં સોફ્ટ અને કોલ્ડ ડ્રિંક્સનું સેવન વધી રહ્યું છે. ત્યારે બ્રિટને પોતાના નાગરિકોને આ જાખમમાંથી બચાવવા માટે હવેથી ઠંડાપીણા પીનારા પાસેથી સુગર ટેક્ષ લેવાનું આયોજન ઘડી કાઢ્યું છે. સુગર ટેક્ષ લાગુ થતા જ હવે થોડા સમય માટે બ્રિટનમાં સોફ્ટ અને કોલ્ડ ડ્રિંક્સ માટે લોકોએ વધુ પૈસા ચૂકવવા ૫ડશે.

રોગ અને સ્થૂળતા સામે લડવાની સરકારની યોજનાના એક ભાગરૂપે આ સુગર ટેક્ષ છે. બ્રિટન સરકાર દ્વારા આ યોજનામાંથી પ્રાપ્ત કરેલ પૈસાનો ઉપયોગ સ્કૂલોમાં બાળકો માટે રમત ગમતની સુવિધાઓને વધારવા માટે કરાશે. વધારે મીઠાસ ઘરાવતુ પીણુ વધુ મોંધુ થશે. કારણ કે સરકાર દ્વારા વધારે મીઠાસ ઘરાવતા પીણા પર વધુ ટેક્સ લગાવવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રતિ લીટર ૫૦ ગ્રામ સુધી ખાંડનુ પ્રમાણ ધરાવતા પીણા પર ૧૮ પેન્સ, પ્રતિ લીટર ૮૦ ગ્રામ કે તેથી વધુ ખાંડની માત્રા ધરાવતા પીણા પર ૨૪ પેન્સના હિસાબે ટેક્સ લાગુ થશે. તેનાંથી સરકારે વર્ષે ૨૪ કરોડ પાઉન્ડની આવક થશે.

બ્રિટનના જૂનિયર નાણા મંત્રી રોબર્ટ જેનરિકે કહ્યું કે સુગર ટેક્સ બાળપણમાં સ્થૂળતાની સમસ્યા સામે લડવાની અમારી યોજનાનો એક ભાગ છે. આ ટેક્સમાંથી જે પણ આવક થશે તેમાંથી સ્કૂલોમાં નવી સ્પોર્ટની સુવિધાઓ શરૂ કરવા, સ્વાસ્થ્યવર્ધક સ્નેક્સ ક્લબ બનાવવા અને બાળકોમાં સ્વસ્થ આદતો વિકસિત કરવા માટે કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY