ઉછીના નાણા લઈ ચેકો બાઉન્સ થયા બાદ નન્નો ભણાવતા લોકો એ ચેતવા જેવો કિસ્સો

0
108

ચેક બાઉન્સ કેશમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટે 1 વર્ષ ની કેદનો હુકમ સામે કરાંઠાના યુવાને કરેલી સેસન્સ કોર્ટમાં અપીલને કોર્ટે ફગાવી

રાજપીપળાના શ્રી લક્ષ્મી ફાઇનાન્સ પાસે 4 લાખ રૂપિયા લીધા અને આપવામાં નન્નો ભણતા કોર્ટમાં કેશ થયો કોર્ટે 1 વર્ષની સજા ફટકારી હતી

રાજપીપળા :
નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ધીરધાર દ્વારા ગામના યુવાનને અપાયેલ ઉછીના 4 લાખ રૂપિયાના કેશમાં યુવાનનો ચેક બાઉન્સ જતા જેના વિરુદ્ધ રાજપીપલા એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટ કેશ થયો હતો ને જે કેશ ચાલી જતા નામદાર કોર્ટે આ ગુનામાં યુવાનને 1 વર્ષ ની કેદનો હુકમ કર્યો જોકે આ સજા ના હુકમ સામે આ યુવાને રાજપીપળાની સેસન્સ કોર્ટમાં અપીલ કરતા કોર્ટે આ યુવાનની અપીલ ફગાવી દીધી અને સજા યથાવત રાખી સાથે 7 દિવસ માં અદાલત માં સરન્ડર થવાનો પણ હુકમ કરતા ચકચાર મચી હતી.

નાંદોદ તાલુકાના કરાંઠા ગામે રહેતા રમેશ ડાહ્યા પટેલ પોતે રાજપીપળામાં શ્રી લક્ષ્મી ફાઇનાન્સ ચલાવી નાણાં ધીરધાર નો ધંધો કરે છે. જેમની પાસેથી ચેક આપી કરાંઠા ગામે રહેતા અલ્પેશ હર્ષદ પટેલ ને ચાર લાખ રૂપિયાની જરૂર પડતા આ રમેશ પટેલ પાસે 6 મહિના માટે ઉછીના માંગ્યા હતા. જેનો સમય જતા રમેશ ડાહ્યા પટેલ દવારા વારંવાર માંગણી કરવા છતાં તે આપી શક્યો નહિ જેથી જેને આપેલો ચેક બેંકમાં નાખતા ચેક બાઉન્સ ગયો, ધારાશાત્રી આર.એસ.પંજવાણી મારફતે રાજપીપલા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ માં ઘી નેગોશિએબલ ઇન્સ્ટ એક્ટ કલામ-138 મુજબ ફરિયાદ કરતા જે કેશ કોર્ટ માં ચાલ્યો નામદાર કોર્ટે અલ્પેશ પટેલને એક વર્ષની કેદ નો હુકમ કર્યો સાથે 10 હજાર રૂપિયાનો દંડ ના ભારે તો વધુ 3 માસ ની સજા નો હુકમ કર્યો હતો. જેથી આ ચુકાદાને સામે આ યુવાન સેસન્સ કોર્ટ રાજપીપળા માં અપીલ કરતા કોર્ટે આ અપીલને ફગાવી એટલે કે ક્રિમિનલ અપીલ 26/8ને રદ કરવાનો સાથે અગાઉનો એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજપીપલા દ્વારા જે સજાનો હુકમ કરવામાં આવ્યો હતો જે યથાવત રાખવામાં આવ્યો અને આ યુવાનને દિન 7 માં એડિશનલ જ્યું.મેજી. કોર્ટમાં સરન્ડર થવાનો હુકમ કર્યો। આમ કોર્ટ ચેક બાઉન્સ થનારા સામે હવે કોર્ટ પણ ગંભીર બની છે અને ગમેતેમ ચેક આપી ઉછીના નાણાં લેનારા લોકો સામે કડક પગલાં ભરતા આવા લોકોમાં ફફળાટ ફેલાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY