સુરત, તા.૧૩
સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ રાજ્યના વિવિધ ભાગોમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી. જેના કારણે હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો ગુજરાત છોડી પોતાના વતન ચાલ્યા ગયા છે. ત્યારે ગત રોજ સુરતમાં પરપ્રાંતિય યુવક પર ઘાતકી હુમલો કરી તેની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારરી ઘટના સામે આવી છે. બિહારના ગયાનો વતની અમરજીત નામનો યુવક છેલ્લા ૧૫ વર્ષથી સુરતમાં રહેતો હતો. તે પાંડેસરા વિસ્તારમાં સ્થિત એક મિલમાં કામ કરતો હતો. શુક્રવારે સાંજે તે મિલમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક હિંસક ભીડે તેના પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. આપને જણાવી દઈએ કે, અમરજીત ૧૫ વર્ષ પહેલા રોજગારની શોધમાં આવ્યો હતો. જ્યારપછી તેણે સુરતમાં જ મહેનત કરીને એક ઘર ખરીદી લગ્ન પણ કર્યા હતા. અમરજીતના બે બાળકો પણ છે. તે બિહારના ગયા જિલ્લાના કોંચ પોલીસ સ્ટેશનના કોડીયા ગામનો વતની હતો. ઘટનાની જાણ થયા બાદ તેના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. તેમજ સમગ્ર ઘટનાના પડઘા ફરી એકવાર રાજ્ય સ્તરે પડ્યા છે. તેમજ આગામી સમયમાં આ ઘટનાને લઈ બિહારમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે હુમલો કરનાર શખ્સોની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



