ભાજપના કાર્યકર્તાઓએ રશિયન ક્રાંતિના હીરો વ્લાદિમીર લેનિનની મૂર્તિને પાડી

0
14

અગરતલા,તા.૬/૩/૨૦૧૮

ત્રિપુરામાં ભાજપની જીત બાદ ૧૩ જિલ્લામાં હિંસા, કલમ ૧૪૪ લાગુ

ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ રાજ્યમાં તોડફોડ અને મારામારી બાદ હવે વામપંથી સ્મારકોને તોડવાના સમાચાર આવી રહ્યાં છે. આરોપ છે કે ભાજપ સમર્થકોએ સાઉથ ત્રિપુરા ડીસત્રીક્ત ના બેલોનિયા સબડિવિઝનમાં બુલડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને ધ્વસ્ત કરી દીધી. સામ્યવાદી વિચારધારાના નાયક લેનિનની મૂર્તિ તોડ્યા બાદ વામપંથી દળ અને તેના કૈડર ખૂબ નારાજ છે.

આપને જણાવી દઇએ કે ત્રિપુરા રાજ્યમાં ભાજપની જીત બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોમાંથી તોડફોડ અને મારપીટના સમાચાર આવી રહ્યાં છે. ૨૫ વર્ષથી સત્તામાં રહેલ સીપીઆઈ(એમ) આરોપ મૂકાઇ રહ્યો છે કે ભાજપ-આઇપીએફટી કાર્યકર્તા હિંસા પર ઉતારી ચૂકયા છે. તેઓ માત્ર વામપંથી ઓફિસોમાં જ તોડફોડ કરી રહ્યાં નથી પરંતુ કાર્યકર્તાઓના ઘરો પર પણ હુમલો કરીને નિશાન સાંધી રહ્યાં છે.

બીજીબાજુ રૂસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિ ધ્વસ્ત કરતાં સમયે લોકોએ ભારત માતાની જયના નારા લગાવતા સંભળાય શકે છે. ત્રિપુરાના એસપી કમલ ચક્રવર્તી (પોલીસ કંટ્રોલ)ને માહિતી આપી કે સોમવારે બપોરે અંદાજે ૩:૩૦ વાગ્યે ભાજપ સમર્થકોએ બુલડોઝરની મદદથી ચાર રસ્તા પર આવેલી લેનિનની મૂર્તિ ધ્વસ્ત કરી દીધી. એસપીના મતે ભાજપ સમર્થકોએ બુલડોઝર ડ્રાઇવરને દારૂ પીવડાવીને આ ઘટનાને અંજામ આપ્યો. હાલ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે અને બુલડોઝરને સીઝ કરી દીધું છે.

આ ઘટના પર સીપીઆઈ(એમ)એ આકરી પ્રતિક્રિયા આપતા નારાજગી વ્યક્ત કરી છે. સાથો સાથ વામપંથી કૈડરો અને ઓફિસરો પર થયેલા હુમલાનું લિસ્ટ રજૂ કરતાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર તેમના કાર્યકર્તાઓને ડરાવાની અને તેમના મનમાં ડર પેદા કરવાનો આરોપ મૂકયો છે. સાથો સાથ કહ્યું કે આ હિંસક ઘટનાઓ વડાપ્રધાન દ્વારા ભાજપને લોકતાંત્રિક બતાવાના દાવાની મજાક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY