ઈડી-સીબીઆઈને નોટિસ પાઠવી તપાસ યથાવત્‌ રાખવા કહેતી સુપ્રિમ કોર્ટ

0
77

ન્યુ દિલ્હી,તા.૬/૩/૨૦૧૮

આઈએનએક્સ મીડિયા કેસ : કાર્તિ ચિદમ્બરમ્‌ને સુપ્રિમ કોર્ટમાંથી ઝટકો

આઈએનએક્સ મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ જ રાહત મળી નથી. ભૂતપૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિએ ઈડીના સમન્સ રદ્દ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈને નોટિસ પાઠવી તપાસ યથાવત રાખવા કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી ૯ માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

અહેવાલ અનુંસાર સુપ્રીમ કોર્ટે કાર્તિની અરજી પર સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે, આ નોટિસમાં મૌલિક અધિકારનો હવાલો આપવામાં આવ્યો હોવાથી અમે આ મામલો ધ્યાન પર લઈ રહ્યાં છીએ. ઈડી અને સીબીઆઈની ચાલી રહેલી તપાસ અટકાવવાને લઈને હાલ કોઈ જ આદેશ આપવામાં નથી આવી રહ્યાં. માત્ર નોટિસ આપવામાં આવી રહી છે જેથી તપાસના બહાને ફસાવવાના આરોપો પર તપાસ એજન્સીઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે.

કાર્તિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ઈડીની તપાસ અટકાવી દેવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે આવતા શુક્રવારે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા કહ્યું હતું કે, એફઆઈઆરમાં જે બાબતનો ઉલ્લેખ છે તે ઉપરાંત પણ અન્ય મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. કાર્તિ સતત દાવો કરી રહ્યો છે કે, તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો ખોટા અને રાજનીતિથી પ્રેરીત છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY