સુરતમાં વીડિયો-ઓડિયો,ફોટોગ્રાફ્સ પોલીસને પહોંચાડી શકે તેવી મોબાઈલની સુવિધા શરુ કરાઈ

0
86

સુરત,
તા.૭/૩/૨૦૧૮

કોઈ પણ માણસ રસ્તેથી પસાર થતો હોય અને રસ્તમાં કોઈ ક્રાઈમની ઘટના બને તો તેનો વીડિયો-ઓડિયો અથવા ફોટોગ્રાફ્સ પણ પોલીસને પહોંચાડી શકે તેવી મોબાઈલની સુવિધા પોલીસ કન્ટ્રોલ રૂમમાં શરૂ કરવામાં આવી છે.

સુરત શહેર પોલીસનો કન્ટ્રોલરૂમ આધુનિક બનાવાયો છે. અત્યાર સુધી માત્ર ફોન પર જ માહિતી આપી શકાતી તેના બદલે હવે મોબાઇલ ફોન કાર્યરત કરવામાં આવ્યો હોવાથી વીડિયો-ઓડિયો અને ફોટોગ્રાફ્સ પણ મોકલી શકાશે. જેના આધારે પોલીસ ત્વરિત ગતિએ કામગીરીનો આરંભ કરી દેશે જેનો નંબર ૯૦૮૧૯-૯૧૧૦૦ છે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ પોલીસ કન્ટ્રોલરૂમમાં ઘણા સુધારા કર્યા. તેમાં એક સુધારાનો વધારો થયો છે. હવે પછી કન્ટ્રોલ રૂમમમાં મોબાઇલ નં. ૯૦૮૧૯-૯૧૧૦૦ કાર્યરત રહેશે. જેમાં ૨૪ કલાકમાં કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ પોતાના આજુબાજુના વિસ્તારમાં બનતી ક્રાઈમની ઘટનાની જાણકારી વીડિયો-ઓડિયો કે ફોટોગ્રાફ્સના માધ્યમથી આપી શકશે.

પોલીસ કન્ટ્રોલરૂમના ઇનચાર્જ અધિકારી આ મોબાઇલ ફોનનું સંચાલન કરશે. જેવો કોઈ પણ સંદેશો મોબાઇલ પર આવશે કે તુરંત જ પોલીસ કન્ટ્રોલરૂમના ઇનચાર્જ આ મેસેજ જે તે વિસ્તારના અધિકારીને ફોરવર્ડ કરી બનાવની જાણકારી આપશે અને આ રીતે પોલીસ ત્વરિત ગતિએ ઘટનાસ્થળે પહોંચી શકશે.

આ બાબતે પોલીસ કમિશનર સતીશ શર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે તાજેતરમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય. જેના કારણે પોલીસે કાર્યવાહી કરી હોય. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ પોલીસ સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણો સમય પસાર થઈ જાય છે. તેવા સંજાગોમાં લોકો સીધો જ પોલીસનો સંપર્ક કરી શકે તે વાતને ધ્યાને લઈ આ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. મેસેજ મળતાની સાથે જ પોલીસની ટીમ કામે લાગી જશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY