લોકસભાની ચૂંટણી પહેલા શરુ થશે રામ મંદિરનુ નિર્માણ : રામ વિલાસ વેદાંતિ

0
9

ન્યુ દિલ્હી,તા.૨
રામજન્મભૂમિ અયોધ્યા ન્યાસના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતિએ અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ લોકસભાની આગામી ચૂંટણી પહેલા શરુ થઈ જશે તેવી આશા વ્યકત કરી છે.
જયપુરમાં મિશન મોદી, અગેઈન પીએમ…અભિયાન માટે આવેલા વેદાંતિએ કહ્યું હતુ કે શાંતિ સ્થાપવા માટે હિન્દુઓ અને મુસ્લિમોએ એક થવુ પડશે. ઈસ્લામને હિંદુઓથી ખતરો એટલે વિશ્વના મુસ્લિમો ભારત સાથે સમાધાન કરીને અયોધ્યામાં રામ મંદિર બને તેવુ ઈચ્છે છે. જા પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જ રીતે આગળ વધતા રહ્યા તો બહુ જલ્દી રામ મંદિર નિર્માણ શરુ થશે.
તેમણે કહ્યું હતુ કે આ મામલામાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો કોઈ રોલ નથી. તે કોણ છે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવનાર? આ માટે સંઘર્ષ અમે કર્યો છે. વચ્ચે રવિશંકર ક્્યાંથી આવી ગયા
તેમણે કહ્યું હતુ કે શિયા સમુદાયે તો પહેલા જ લખનૌમાં અથવા તો અયોધ્યાથી ૧૫ કિલોમીટર દુર મસ્જિદ બનાવવાની તૈયારી બતાવી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY