ચૂંટણી પ્રક્રિયા દરમિયાન EVM, VVPAT મશીનોની સુરક્ષામાં કરાયા ધરખમ ફેરફાર

0
9

ન્યુ દિલ્હી,તા.૨
ચૂંટણીપંચે આ વર્ષના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી તેમજ આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ તકરાર કે વાંધોન આવે તે માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.ચૂંટણીપંચે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી ઈફસ્ અને ફફઁછ્‌ મશીનોના કેન્દ્રોની સુરક્ષામાટે ફક્ત અને ફક્ત સશસ્ત્ર પોલીસદળને તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે.
ચૂંટણીપંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે ઈફસ્ અને ફફઁછ્‌ મશીનોના કેન્દ્રોની સુરક્ષામાટે કોઈ ખાનગી સુરક્ષા એજન્સીઓ તરફથી સુરક્ષાકર્મીઓ રખાશે નહી, સિવિલ ડિફેન્સ કે બીજા કોઈ સુરક્ષાકર્મીઓ પણ ચાલશે નહી.
ચૂંટણીપંચે ચૂંટણી પહેલા મશીનોની પ્રારંભીક તપાસ તેમજ સુરક્ષાને લઇને ૩૦ ઓગસ્ટે વિસ્તૃત દીશાનિર્દેશ જાહેર કર્યો હતો. જા કે ચૂંટણીપંચે એ છૂટછાટ ચોક્કસ આપી છે કે નિયમિત પોલીસ ન તહેનાત કરી શકાય તેવી સ્થિતિમાં હોમગાર્ડના જવાનોને સુરક્ષાદળમાં સમાવાશે. ૨૪ કલાક મશીનોના કેન્દ્રોની સુરક્ષામાટે પોલીસકર્મીઓ રખાશે.સીસીટીવી કેમેરાના રેકોર્ડિગ પર ચુસ્ત બંદોબસ્ત રખાશે.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સશસ્ત્રદળની એક ટીમ સતત હાજર રખાશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY