અલ્બામા,તા.૫
અમેરિકામાં અલ્બામા-મિસિસિપી બોર્ડર પર ગોર્ડન વાવાઝોડું ત્રાટક્્યું છે. ગલ્ફ કોસ્ટમાં વાવાઝોડાંના કારણે અંદાજિત ૧૦ હજાર મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે એક બાળકનું વાવાઝોડાંમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે મોત થયું છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, ગોર્ડન વાવાઝોડું અલ્બામા-મિસિસિપી બોર્ડરના વેસ્ટમાં ત્રાટક્્યું હતું. ગોર્ડન શરૂઆતમાં અલ્બામાથી ૩૫ માઇલ દૂર હતું ત્યારબાદ તે ૧૧૨ કિમી/કલાકની ઝડપે અલ્બામામાં ત્રાટક્્યું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જા ગોર્ડન ૧૧૯ કિમી/કલાકની ઝડપે પહોંચશે તો અહીં ચક્રવાતની સ્થિતિ ઉભી થશે. ગોર્ડન હાલ ઇનલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે
આભાર – નિહારીકા રવિયા અહીં હવામાનમાં ડિપ્રેશન સર્જાઇ રહ્યું છે.
હાલ નોર્થ યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું ગોર્ડન વાવાઝોડાંના કારણે અહીં ભારે વરસાદ થઇ રહ્યો છે.
ગોર્ડન મંગળવારે મોડી રાત્રે મિસિસિપી ગલ્ફ કોસ્ટ લ્યુસિયાના સ્ટેટમાં ત્રાટક્્યું હતું. આ કેટેગરી-૧નું ચક્રવાત છે. અલ્બામા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, અલ્બામા સહિત ડોફિન આઇલેન્ડ, બેયુ લા બાત્રે, થોડોર, ડાઉન મોબાઇલ અને વેસ્ટ મોબાઇલ વિસ્તારોમાં અંદાજિત ૩૨ હજાર ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
આ વાવાઝોડાંની આગાહી બાદ મંગળવારે વહેલી સવારથી લોકોએ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ એકઠી કરવાની શરૂઆત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






