ન્યુ દિલ્હી,તા.૫
સર્વોચ્ચ અદાલતે બુધવારે મલયાલમ નવલકથા ‘મીશા’ના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી રદ્દ કરી છે. આ નવલકથા મલયાલમ લેખક એસ હરેશ દ્વારા લખવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ હરેશે જણાવ્યું કે, “મને આનંદ છે કે આ ચુકાદો લેખકની સર્જનાત્મકતા અને મુક્ત વિચારધારાને સમર્થન આપે છે. આશા છે કે આ નિર્ણય વિચારોની સ્વતંત્રાને પ્રોત્સાહિત કરશે.
ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને જસ્ટીસ એએમ ખાનવિલકર અને ડી.વાય ચંદ્રચુડની એક બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “જ્યારે સેન્સરશિપની વાત આવે છે ત્યારે કોઇ પુસ્તક વિશે ચોક્કસ ધારણાને મંજૂરી આપી શકાય નહીં. કોર્ટ જણાવ્યું કે લેખકની કલ્પનાશક્તિ અને વિચારશક્તિને રોકી શકાય નહીં. પુસ્તકના કોઇ ભાગમાં લખવામાં આવેલી ધારણાઓને લઇને કોર્ટ ઓર્ડર આપી શકે નહીં. નવલકથામાં હિન્દુ ધર્મ માટે અપમાનજનક શબ્દોના આધારે કોર્ટમાં પડકારતી અરજી કરવામાં આવી હતી.
ગત મહિને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ‘મીશા’ના કેટલાક ફકરાને લઇને વાંધો ઉઠાવાયો હતો. કેસની સુનાવણી દરમિયાન અરજીકર્તા એન. રાધાકૃષ્ણનના વકીલ ગોપાલ શંકરનારાયણે કોર્ટમાં દલીલ કરી હતી કે નવલકથા “મીશા”ના ફકરા થોડા વાંધાજનક છે, કારણ કે તેમાં હિન્દુ અને હિન્દુ પૂજારીનું અપમાન કરવામાં આવ્યું છે.
કેસમાં કોર્ટે અનુભવ્યું કે નવલકથાના પાત્રો કાલ્પનિક છે. તેવામાં જાવાનું રહેશે કે અંતે આપત્તિજનક ફકરામાં શું લખવામાં આવ્યું છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની નેતૃત્વવાળી પીઠે મલયાલમ દૈનિક માતૃભૂમિના વકીલને નવલકથાના વિવાદિત ત્રણ ફકરાનો અનુવાદ કરી પાંચ દિવસમાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. અને કેસની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




