ન્યુ દિલ્હી,તા.૫
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે ટીચર્સ ડેના એક દિવસ પહેલાં જ યુપીની કોલેજના શિક્ષકોને સાતમા પગાર પંચની ગીફ્ટ આપી છે. યુપી સરકારે ટીચર્સ ડેના એક દિવસ પહેલાં જ રાજ્યમાં સાતમા પગાર પંચને મંજૂરી આપી છે. યુપી સરકારના આ નિર્ણયથી શિક્ષકોના વેતનમાં રૂ. ૧૫ હજારથી લઈને રૂ. ૩૫ હજાર સુધીનો વધારો થયો છે.
સાતમા પગાર પંચના કારણે અંદાજે ૨૦ હજાર શિક્ષકોને ફાયદો થયો છે. તે માટે સરકારે બજેટમાં રૂ. ૯૨૧ કરોડની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત યુપી કેબિનેટે બિજનૌર, પીલીચૌકીની ખેડૂત ઈન્ટર કોલેજ અને મહોબાસ ખરૈલાના શ્રી ગોકુલ પ્રસાદ ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયને પણ હાઈસ્કૂલ સ્તરની યાદીમાં લાવવાનો નિર્ણ કર્યો છે. તે સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ કોલેજમાં કેન્દ્રીય પુસ્તકાલય માટે રૂ. ૨૨૩૬.૬૧ લાખની પુર્ણોદ્ધાર માટેની મંજૂરી આપી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





