કોલકાત્તા,તા.૫
પશ્ચિમ બંગાળમાં ભાજપ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો જાર શોરથી ઉછાળી રહ્યું છે અને હવે વિશ્વ હિન્દુ પરિષદે લવ જેહાદ સામે ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે ઘરે ઘરે ફરીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકોર યુવતીઓ અને મહિલાઓને લવ જેહાદથી સાવચેત રહેવાની ટિપ્સ આપશે. ખાસ કરીને એવી મહિલાઓને કે જેમણે ભુલથી બીજા ધર્મમાં લગ્ન કર્યા છે અથવા તો તે લહ જેહાદનો શિકાર બની છે.
વિશ્વ હિન્દુ પરિષદની સાથે સાથે બજરંગ દળ અને દુર્ગા વાહિની પણ આ અભિયાનમાં જાડાઈ ગયા છે. બંગાળમાં દુર્ગાવાહિનીની ૩૫,૦૦૦ મહિલાઓ સભ્ય છે. જ્યારે બજરંગ દળના ૪૦,૦૦૦ સભ્યો છે. તેઓ મહિલાઓને કહી રહ્યા છે કે મહિલાઓએ માથામાં સિંદુર લગાવવુ જાઈએ અને મંગળસુત્ર પહેરવુ જાઈએ, તેની સાથે સાથે ઘરમાં ધાર્મિક માહોલ રાખવો જાઈએ. જા કોઈ આવુ કરતા તેમને રોકે તો ફૐઁ કે પોલીસનો સંપર્ક કરો.
વીએચપીના બંગાળના સચિવ સચિન્દ્રનાથનુ કહેવુ છે કે આખા બંગાળની આ સમસ્યા છે. અમે તમામ હિન્દુ પરિવારોને સાવચેત કરવાના છે.ઉપરાંત જા કોઈ યુવતી લવ જેહાદનો શિકાર બની હોય તો અમે તેને માર્ગદર્શન આપીશું અને તેના માતા પિતાનુ પણ કાઉન્સિલિંગ કરીશું.
આ પહેલા VHP આ મુદ્દે બૂકલેટ અને પેમ્ફ્લેટ પણ પ્રકાશિત કરી છુકી છે. જેમાં લવ જેહાદથી કેવી રીતે બચી શકાય તેના પર વિસ્તારથી જાણકારી અપાઈ છે. જા કોઈએ બીજા ધર્મમાં લગ્ન કર્યા હોય તો કેવી રીતે તેમાંથી નીકળી શકાય તેના પણ રસ્તા બતાવ્યા છે.
VHPનો દાવો છે કે લવ જેહાદના ચક્કરમાં ફસાયેલી યુવતીઓનુ એક લિસ્ટ પણ તૈયાર કરાયુ છે. જેમના ઘરે VHPના કાર્યકરો જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




