બે છડીના મિલન બાદ મેઘરાજાએ લોકોને દર્શન આપી ભોઈ સમાજ દવરા તેમનું વિસર્જન કરાશે.
ભરુચ શહેરમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ભોઈ સમાજ દ્વારા મેઘરાજાનું સ્થાપન કરી ૪ દિવસ સુધી ભાતિગણ મેઘ મેળાનો ઉત્સવ ઉજવાય છે.ત્યારે આજ રોજ સવારે દાંડિયા બજાર થી છડી નીકળી ભોઈવાળ પહોંચી ત્યાર બાદ પરંપરાગત રીતે સોનેરી મહેલથી લોકોને દર્શન આપવા મેઘરાજાની શોભાયાત્રા નીકળી હતી.

ભરૂચમાં આજ રોજ સવારના દાંડિયા બજારથી ભોઈવાળ અને વેજલપુરની છડી નીકળ્યા બાદ સાંજના ભોઈવાળ આવી પહોંચી પરંપરાગત રીતે સમાજની બહનેઓ દવરા છડી જુલાવનારોનું આરતી ઉતારી બાદ છડીને તેની જગ્યા પર મુકવામાં આવી હતી.ત્યાર બાદ શ્રાવણ વદ દશમ એટલે કે આજે મેઘરાજા ઉત્સવનો છેલ્લો દિવસ હોય મેઘરાજાના સ્થાપન સ્થળ પરથી લોકોને દર્શન આપવા મેઘરાજાની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારીમાં ભજન મંડળીઓ અને ડીજેના તાલે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.માન્યતા મુજબ લોકોના બાળક નિરોગી અને સ્વસ્થ રહે તે માટે શ્રદ્ધાળુઓ પોતાના બાળકને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવે છે.
મેઘરાજાની સવારી ભોઈવાળ થી નીકળી સોનેરી મહેલ થઇને, ચકલા,હાથીખાના,ધોળીકુઈ,
દાંડિયા બજાર થઈને કસકમાં
આવેલ રોકડીયા હનુમાન જવાના રસ્તે પહોંચી ત્યાં નર્મદા નદીમાં મેઘરાજાની પ્રતિમાનું શ્રદ્ધાભેર અને અશ્રુભેર વિસર્જન કરવામાં આવે છે. અને આજથી મેઘ મેળો અને છડી ઉત્સવની પૂર્ણાહુતિ મોડી રાત્રે મેળો પણ પૂર્ણાંહુતી થાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







