આજ રોજ વહેલી સવારે ભરૂચ તાલુકાના પાલેજના સબ ડિવિઝન ના અંદર આવતા સેગવા, વાતરસા કોઠી, કુરચણ તેમજ પગુથણ ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની વિજિલન્સની ટીમો ત્રાટકી હતી.વીજ ચોરી કરી ગેરરીતિ અચનારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારની રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લાના સેગવા, વાતરસા કોઠી, કુરચણ તેમજ પગુથણ ગામોમાં પોલીસ કાફલા સાથે વીજ કંપનીની વિજિલન્સની
ટીમોએ સઘન ચેકિંગ હાથ ધરતા
વીજ ચોરી કરતા સ્થાનિકોમાં ઘભરાટ વ્યાપી ગયો હતો.
વિજિલન્સના એન્જીનીયરો અને તેમની ટીમ દ્વારા ગામોમાં સઘન ચેકીંગ હાથ ધરીને મીટર ચેકીંગ,વાયરો,તથા લંગરિયા જેવા ચેકીંગ હાથ ધરીને કુલ 14 લાખ જેટલાની વીજ ચોરી ઝડપી પાડી હતી.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





